ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

અમથા અમથા - ‘સરોદ’

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા
હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી
બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે
છાના છાના રડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને
ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો
કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી,
નહીં કોઇને નડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક
અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા
તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી,
અંગ અંગથી દડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તો યે
રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે
સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

4 comments to અમથા અમથા - ‘સરોદ’

  1. પંચમ શુક્લ
    July 29th, 2006 at 9:57 am

    અદભૂત ભક્તિગીત..સરળ અને ચોટદાર શબ્દો….ખરેખર સરોદનઈ રચના…આની સામે કહેવાતા આધુનિક લોક્પ્રિય ગીતો ફીકા લાગે છે.

  2. manvant
    July 29th, 2006 at 7:07 pm

    રહ્યા મૂક થઈ અબોલ મનડે
    છાના છાના રડ્યા…કે અમને રણઝણ મીણા ચડ્યા !
    તંબૂરને બેસૂર બજવું નથી !દર્શન ઉદાત્ત છે.
    મોરનું રળિયામણું પીંછું ઉમેરાયું !

  3. વિવેક
    July 31st, 2006 at 1:06 am

    લાગે છે હવે મોરપિચ્છના મીણા પણ ચડી રહ્યાં છે.

    મીણા ચડવા= કેફ ચડવો

    ખટક = ચાનક

  4. સરોદ, Sarod « ગુજરાતી સારસ્વત પરિચય
    March 10th, 2007 at 7:35 pm

    [...]  ” અમથા અમથા અડ્યા કે અમને રણઝણ મીણા ચડ્યા. [...]

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>