આંખોમાં દરિયો થઇ – રવીન્દ્ર પારેખ


આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

પીળાપચ પરબીડિયે ખાલીપો હોય
અને સરનામું તારું ત્યાં કરવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે
તુંય મારી વૃક્ષીલી ડાળથી
ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે
ને તોય તારી વાટ જોઉં ઢાળથી

આમ તો કદીય છૂટા પડીએ નંઇ તોયે
તને ‘કેમ છે?’ કહીને રોજ મળવું પડે
અને સહરાની જેમ વળી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ખોબામાં હોઉં ભીના સૂરજની જેમ
અને પળમાં તું ફંગોળે આભમાં
મારા હોવાનું ફરી અવકાશે હોય
અને તારા હોવાનું ‘શુભ લાભ’માં

તારો ઉજાસ તને પાછો મળે ને
એથી બપ્પોરે મારે આથમવું પડે
અને સહરાની જેમ ફરી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

5 replies on “આંખોમાં દરિયો થઇ – રવીન્દ્ર પારેખ”

 1. sagarika says:

  સરસ છે,

 2. salvin says:

  બહુ સરસ છે. આભાર

 3. Salvin says:

  સમય પણ ઉડેલા પાનની જેમ આવતો નથી
  છતા ,
  દરેક વૃક્શ તેની રાહ જોતુ હશે
  અને એમ જ આપણે પણ………….

 4. gaurangi says:

  ‘…તારો ઉજાસ્… ખુબ સુન્દર અભિવ્યક્તિ!!

 5. sona says:

  ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે
  તુંય મારી વૃક્ષીલી ડાળથી
  ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે
  ને તોય તારી વાટ જોઉં ઢાળથી..વહ રવિન્દ્ર જી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *