દિવાળી – રૂપાંગ ખાનસાહેબ

.

ઝગમગતીને ટમટમતી, જુઓ દિવાળી આવી
તારલિયાની ટોળી આવી સુંદરને રૂપાળી
શાળાએતો રજા રજા ફટાકડાની મજા મજા

મારા ઘરનાં આંગળે રંગોળીની ભાત
દીવાથી દીપાવીએ અંધારી આ રાત
ઘરમાં બનતા સૌને ગમતા
મઠીયા ને સુવાળી…

બોમ્બ ધડાકા કરીએ ચાલો પપ્પાનો લઈને સાથ
ફટાકડાનો છો ને થાતો બા દાદાને ત્રાસ
સાલમુબારક, સાલમુબારક કહીએ સૌને
નમીએ શીશ ઝુકાવી …
-રૂપાંગ ખાનસાહેબ

3 replies on “દિવાળી – રૂપાંગ ખાનસાહેબ”

 1. Chitralekha Majmudar says:

  Very sweet,cheerful,lively well sung song.Thanks for the same.

 2. Chandrahash Rushi says:

  Awesome balgeet

 3. Natwarlal Modha says:

  રાત કાળી ને પોતે રૂપાળી
  દિવાએ અજવાળી
  આવી દિવાળી, આવી દિવાળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *