પંડિત ચાલ્યા જાય છે

સંગીતકારઃ રૂપાંગ ખાનસાહેબ
સ્વર: રૂપાંગ ખાનસાહેબ અને વૃંદ

.

પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે.
પગમાં જૂનાં જૂતાં પહેરી પંડિત ચાલ્યા જાય છે.
આંબા ઉપર કેરી દેખી પંડિત જોવા જાય છે
તડાક કરતા કેરી તૂટી ટાલ પર કુટાય છે.
લોહી વહી જાય છે ને પંડિત ચાલ્યા જાય છે.
ખીસામાંથી ડબ્બી કાઢી છીકણી સુંઘવા જાય છે.
હાક છી હાક છી કરતા કરતા ચોટલી ફર ફર થાય છે.
આકાશે એરોપ્લેન દેખી પંડિત જોવા જાય છે.
આમતેમ આમતેમ ફાંફા મારતા ગધેડે અથડાય છે.
પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે

5 replies on “પંડિત ચાલ્યા જાય છે”

 1. ramdutt says:

  we are singing song to our American grand daughter !

 2. manhar says:

  ખુબ જ સુન્દર બાલગિત. મને અને મારા મિત્ર બકુલભા ઇ બલસારિ સાથે દર્પ ણએકેદેમિના સુરત ના એક કાર્ય્ક્રમમા
  લગભગ ૬૦ વર્શ પહેલા સામ્ભલેલુ આજે ફરેી આનન્દ થયો.

 3. Chitralekha Majmudar says:

  Not of good taste at all….Pandit means a scholar,a learned person and making fun of him,even teaching children laughing at his cost,is not at all befitting,not in our culture.The song is well sung but not well meant.

 4. Bhadreshkumar Joshi says:

  “Chitralekha Majmudar says:
  January 11, 2018 at 1:43 pm
  Not of good taste at all….Pandit means a scholar,a learned person and making fun of him,even teaching children laughing at his cost,is not at all befitting,not in our culture.The song is well sung but not well meant.”

  I felt the same then, when I was in 1 standard, and now, when my grand is in 1 standard.

 5. arpita says:

  ખુબજ સરસ બાલપન નિ યાદ આવિ ગઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *