આ ધોધમાર વરસે – નયના જાની

સ્વરઃ પાર્થિવ ગોહિલ
સ્વરાંકનઃ આલાપ દેસાઈ

.

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !
– નયના જાની

5 replies on “આ ધોધમાર વરસે – નયના જાની”

 1. Prof. K. J. Suvagiya says:

  किसकी तारीफ करूं, जानी!
  नयनाजी के पार्थिव आलाप ने तो
  कमाल कर दिया..!

 2. રાયશીભાઈ ગડા મુબઈ says:

  આ ધોધ માર વરસે
  ખુબ જ સુંદર રચના સુંદર સ્વર
  પણ આજે તો કમોસમી વરસે ત્યારે શું કહેવું

 3. Prashant says:

  I have to agree with the Professor. Definitely a beautiful song, wonderfully composed and melodiously sung! शब्द, सुर अने संगीत नो सुंदर सम्नवय! Thank you Jayshree, for bringing this to us.

 4. Rita Pandya says:

  I have no words for Parthiv , i herd him in Sandiego years back. I listen to his bhajan he jagjanani every day.
  God bless him and all artists.
  Good lyrics , music,combination of sur& swar.
  What is rag of this rachna.

 5. Anila Patel says:

  અતિ ઉત્તમ સ્વર અને શબ્દોનો સન્ગમ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *