વગડાની વચ્ચે તળાવ…

કવિ ?
સ્વરકાર ?
કંઠ ?
ફિલ્મનું નામ ?

નોંધ ઃ ભલે વર્ષોથી આ ગીત સાંભળુ છું છતાં અમુક શબ્દોમાં ખબર નથી પડી રહી… એક વ્હાલી મિત્રએ મને શબ્દો સાંભળીને લખવામાં મદદ કરી છે, પણ જે કાંઇ ભૂલ થઇ હોઇ એ તરફ તમારું ધ્યાન જાય તો જણાવશો ઃ)

વગડાની વચ્ચે તળાવ,
મનનો માનેલો મારો રસિયો ગાગરડી મારી ફોડે છે
ગોરી મને લેવા દો લ્હાવ,
નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છે

બાળ રે પણાથી પ્રિતડી બંધાઈ,
વ્હાલીડાના રંગે હું તો ગઇ રે રંગાઇ
લાગ્યો મને કાળજડે થાક,
સપનામાં આવી મધરાતે નાગેડો મારો છોડે છે

ગોરી મને લેવા દો લ્હાવ,
નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છે
વગડાની વચ્ચે તળાવ,
મનનો માનેલો મારો રસિયો ગાગરડી મારી ફોડે છે

માથે છે ગાગર ને પગમાં ઝાંઝર,
આંખ્યુમાં છલકે રૂપનો સાગર,
આ તો છે ભવભવનો ભાવ, જનમો જનમનો આ ફેરો
પાણીડો મારી જોડે છે
આ તો છે ભવભવનો ભાવ, જનમો જનમનો આ ફેરો
ગોરી તું મારી જોડે છે

_______________
અને હા, વગડાની વચ્ચે શબ્દો પરથી બીજા બે જાણીતા અને ગમતા ગીતો ઃ

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી – અવિનાશ વ્યાસ

વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડઊગ્યો વનચંપાનો છોડ

13 replies on “વગડાની વચ્ચે તળાવ…”

 1. ajsohani-Waterloo-ON-Canada says:

  આ તો છે ભવભવનો ભાવ, જનમો જનમનો આ ફેરો (પાણીડો) મારી જોડે છે
  સુધારો
  (વ્હાલીડો) લખવુ જોઇએ

 2. Jitesh Narshana says:

  Excellent How can I share audio link on Facebook and Twitter

 3. જયેન્દ્ર ઠાકર says:

  આ તો છે ભવભવનો ભાવ, જનમો જનમનો આ ફેરો
  પાણીડો મારી જોડે છે…આ કળીમાં ‘પાણીડો’ ખોટો શબ્દ છે, તેને બદલે
  વાલીડો અથવા વ્હાલીડો શબ્દ યોગ્ય છે.
  ગીત ખરેખર કર્ણ પ્રિય છે.

 4. Dilip says:

  ના કેડો મારો છોડે છે

 5. ધર્મેન્દ્ર મહેતા says:

  ફીલ્મ નુ નામ -ચુંદડી ઓઢી તારા નામની
  સ્વર -આશા ભોંસલે અને પ્રફુલ દવે
  સુધારો- પહેલા અંતરામા – નાગેડો ને બદલે ના કેડો મારો છોડે છે

 6. નીતિન રાવલ says:

  https://youtu.be/1RJDaPMv5Cc
  આશા ભોંસલે-પ્રફુલ્લ દવે
  ફીલ્મ- ચુંદડી ઓઢી તારા નામની

 7. Mera Tufan says:

  Liked. Thanks.

 8. NARESH SHAH ( Tucson, Arizona ) says:

  In 1960-1965 I heard the following start stanzas for this geet…

  Pipala Ni Niche Talav,
  Nat Re Nagar Kero Chhaiyo, Kanaiyo Mune Kanade Chhe.
  Laagyo Re Mune Kaaljade Ghaav,
  Ghelo Re Baldevji No Bhaiyo, Kanaiyo Mune Kanade Chhe.
  Eni Re Gaavaldi Na Dudh Mhaare Dohva,
  Eni Re Maavdi Na Vesh Mhare Dhova,
  Jaane Re Badhun Gokuliyun Gaam,
  Mann No Maanelo Maanigar Mhaare Mannde Chhe.

 9. NARESH SHAH ( Tucson, Arizona ) says:

  I found complete lyrics.

  Please note below and enjoy.

  પીપળાની નીચે તળાવ

  પીપળાની નીચે તળાવ
  નટ રે નાગર કેરો છૈયો કનૈયો મુને કનડે છે

  લાગ્યો રે મુને કાળજડે ઘાવ
  ઘેલો રે બળદેવજીનો ભૈયો કનૈયો મુને કનડે છે

  એની રે ગાવલડીના દૂધ મારે દોવા
  એની રે માવડીના વેશ મારે ધોવા

  જાણે રે બધું ગોકુળિયું ગામ
  મનના માનેલાની મૂરત એ તો મારે મનડે છે

  પીપળાની નીચે તળાવ
  નટ રે નાગર કેરો છૈયો કનૈયો મુને કનડે છે

  નંદનો કિશોર ઝટ જાયે ન જાણી
  જાઉં રે પાણી ત્યારે ઘૂંઘટ દઉં તાણી

  નીચા મારા લોચનિયા લાલ
  જાણે શું કાળો કનૈયો વૃંદાવનને ધમરે છે

  એવું ના કરિયે રે મારા શામળિયા
  ગોકુળ કેરી ગોપિયું જઈને જશોદાને કહી દેશે

  એવું ના કરિયે રે મારા રંગરસિયા
  ગોકુળ કેરી ગોપિયું જઈને જશોદાને કહી દેશે

  એવું ના કરિયે રે મારા શામળિયા
  ગોકુળ કેરી ગોપિયું જઈને જશોદાને કહી દેશે

 10. Rafik says:

  “લાગ્યો મને કાળજડે થાક” આ કળીમાં ‘થાક’(tired) ખોટો શબ્દ છે, તેને બદલે ‘ધાક'(ધ્રાસકો=ફાળ) શબ્દ યોગ્ય છે. “લાગ્યો મને કાળજડે ધાક”

 11. Prof. K. J. Suvagiya says:

  ‘લાગ્યો મને કાળજડે થાક..’
  ‘થાક’ ‘ધાક’ કશું નથી, એ શબ્દ ‘ઘાવ’ છે!
  સ્પષ્ટ સંભળાય છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *