અનુભવ ગહરા ગહરા – જયન્ત પાઠક

અનુભવ ગહરા ગહરા
નિશદિન આઠે પ્રહરા:
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!

ચલત ફિરત મેં અપની ગતમેં
ગજ સમ ડોલત શિરા,
જલમેં લહર, લહરમેઁ જલકા
સુન સુન ગીત ગંભીરા!

ઊઠકર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!

– જયન્ત પાઠક

(લયસ્તરો પર ધવલભાઇની વાત)જીવન-ઉત્સવને ભરપેટ ઉજવતું આ કાવ્ય પાઠકસાહેબનું અંતિમ કાવ્ય છે. (આ કાવ્ય 30 ઓગસ્ટે લખેલું અને પહેલી સપ્ટેમ્બર, 2003એ એમનું અવસાન.) એક એક ક્ષણમાં ઊંડા અનુભવથી ભરેલા જીવનને કવિ સનાતન સંગીત સાથે સરખાવે છે. એ સુરમાં હળવેકથી માથું હલાવતા પોતે પસાર થતા હોય એવું સહજીક ચિત્ર કવિ દોરે છે. પાણી પરના તરંગોમાં પણ કવિને એ જ ગંભીર ગીતની પંક્તિઓ દેખાય છે. મન મીરાંની જેમ નાચી ઊઠે અને (જીવનરૂપી) ચાદર જ્યારે ખરે જ તરબતર થઈ જાય એ ક્ષણે વધારે તો શું કરવાનું બાકી રહે ? આટલી સંતૃપ્તિ પછી કદાચ ‘આવજો’ કહેવાનું જ બાકી રહેતું હશે. – ધવલ શાહ

3 replies on “અનુભવ ગહરા ગહરા – જયન્ત પાઠક”

 1. Chandrika says:

  Happy birthday TAHUKO , many happy returns of the day

 2. MERA TUFAN says:

  Liked. Thanks

 3. La Kant says:

  (ચલત ફિરત મેં અપની ગતમેં
  ગજ સમ ડોલત શિરા,)
  ખુદ-મસ્ત કવિની …. અંગત અનુભૂતિ …
  ***
  .- “હું” કાર
  “ભવ્ય કોઇની ભીતર બંસી બાજી છે!
  કેમ કરીને રોકું?કો’ “હું” કાર હાંવી છે,
  અસીમ અંતરે આરત અકળ જાગી છે!
  ‘ચેતન’સળવળ મહીં અનહદ જાણી છે!
  અકળની કળતર બહુ સઘન માણી છે.
  ‘પરમ’નો પાવન પારસ-સ્પર્શ કરતો હું !
  “ હું” ની જ પ્રદક્ષિણા ફરીફરી કરતો હું!
  માત્ર “અહં બ્રહ્માસ્મિ” વારંવાર રટતો હું!
  કોઈ કરતું સતત રટણ ‘શુદ્ધાત્મા છું’ હું !
  એજ વાત મારી ભાષા-શૈલીમાં કરતો હું!”

  બધાના પોતાના ભીતરના સાજ-સૂર-તાલ નોખા !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *