શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : નવીન શાહ, ગાયિકા : રેખા ત્રિવેદી, ‘ સનમ શોખીન ’ ( 1995 ) મ્યુઝિક ઓડીયો આલ્બમમાં ધ્વનીમુદ્રિત

This text will be replaced
કહે એવું તે
તારામાં શું છે ! મારામાં શું છે !
હું જોઉં જ્યાં – તું હોય જ ત્યાં
કહે – એ શું છે ?
તને નીરખી આ ચાંદો જો ને આજે પણ શરમાય
તને નીરખી એ તારલીયાની આંખો પણ મિંચાય
ધીમો સાગર તું જોને આજ ફરી ઘુઘવતો થાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… મારામાં શું છે ?
તારાં સ્મિતોથી ફુલડાં જો ને આજે ક્યાં વેરાય
સારી આલમ સુવાસોથી આ આજે શું ઉભરાય
તારા નયનોમાં મારું આજ મને દર્પણ દેખાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?
Share what you loved...
Email
good…
માદક શબ્દો સાથે મદહોશી ભર્યું સંગીત અને મસ્તીભરી ગાયકી….
આફરીન….
અત્ર તત્ર સર્વત્ર તું જ……
પ્રેમમાં પડીએ ત્યારે આવો લ્હાવો મળે.
રવિ ઉપાધ્યાયના મજાના શબ્દો સાથે નવીન શાહનું સુંદર સંગીત. રેખાબેન ત્રિવેદીએ પણ આનંદથી ગાયું છે.
સહુને ધન્યવાદ
Simply Superb….
very nice love song. Really enjoyed
અહિં હું મારી રચનાની એક પંક્તિ મુકવાની ગુસ્તાખી કરુ છું…
તું તો નથી રહી આસપાસ મારી
મારા શ્વાસશ્વાસમાં તારી સુગંધ છે.
જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
કોણ કહે છે કે પ્રેમ અંધ છે ?
http://natvermehta.blogspot.com/
તને નીરખી આ ચાંદો જો ને આજે પણ શરમાય
તને નીરખી એ તારલીયાની આંખો પણ મિંચાય
ધીમો સાગર તું જોને આજ ફરી ઘુઘવતો થાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… મારામાં શું છે ?
મજા આવી.
તારાં સ્મિતોથી ફુલડાં જો ને આજે ક્યાં વેરાય
સારી આલમ સુવાસોથી આ આજે શું ઉભરાય
તારા નયનોમાં મારું આજ મને દર્પણ દેખાય
સુંદર શબ્દો મધુરી ગાયકી
કહે એવું તે
તારામાં શું છે ! મારામાં શું છે !
હું જોઉં જ્યાં – તું હોય જ ત્યાં
કહે – એ શું છે ?
જહાં દેખુ તુહી તુ હૈ..
તારા નયનોમાં મારું આજ મને દર્પણ દેખાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શુ છે ?
મે તો ફ્ના હો ગયા ઉનકિ આન્ખે દેખકર
ન જાને ઉસ સખ્સ કા ક્યા હાલ હોતા હોગા આયિના દેખક્રર