જંગલને યાદ નથી કરવું વાલમજી ! – મનોજ ખંડેરિયા

જંગલને યાદ નથી કરવું વાલમજી !

ડાળિયુંમાં અટવાતું અંધારું લઈ
મારે વ્હોરવો ન આંખનો અંધાપો
કેડીની એકલતા સહેવા કરતા તો ભલે
બંધ રહે ઝંખનાનો ઝાંપો
ઝળહળતા શમણાંની પોઠ ભરી આવતા એ
સૂરજનું ઝંખું હું મુખ.

પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
જીવતરની માંડી છે વાત
આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
ઝાડીમાં ખોવી ના જાત
પાંગરતો પડછાયો મારો સંતોષ નહીં
ખુલ્લું આકાશ મારું સુખ.

– મનોજ ખંડેરિયા

One reply

  1. સુંદર રચના…

    પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
    જીવતરની માંડી છે વાત
    આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
    ઝાડીમાં ખોવી ના જાત

    – આ પંક્તિઓ તો કોલેજકાળથી હૃદયમાં કોતરી રાખેલી…. આજે આખી રચના હાથ લાગી… ભાઈ વાહ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *