વીજળીને ચમકારે – ગંગા સતી

જુનની ૧૪, ૨૦૦૬ માં પહેલા મુકેલી ગંગા સતીનું આ ભજનની ઓડીયો રેર્કોડીંગ….

vijali ne chamkare

સ્વર : દમયંતી બરડાઈ
સંગીત : સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ : ગંગાસતી (૧૯૭૯)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર : દિપ્તી દેસાઇ
સંગીત : ગૌરાંગ વ્યાસ
આલ્બમ : શ્રધ્ધા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે….

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય….

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત….

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ….

– ગંગા સતી

31 thoughts on “વીજળીને ચમકારે – ગંગા સતી

 1. વિવેક

  આશરે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામના ગંગાસતી અથવા ગંગાબાઈ એ ભક્તિ, યોગસાધના, બોધ તથા સાક્ષાત્કાર એવી ભૂમિકાને સાકાર કરતાં પદો લખ્યાં છે. ભાવની માર્મિક્તા અને ભાવકને તન્મય કરી દેતી લયાત્મક્તા ગંગાબાઈના પદોની લાક્ષણિક્તા છે. કુલ ચાળીસેક પદોમાંથી અડધા પદો એમણે પાનબાઈને સંબોધીને લખ્યાં છે. એવું મનાય છે કે પાનબાઈ એમનાં પુત્રવધુ હતાં જેમને શિક્ષણ આપવા માટે ગંગાસતીએ પદો રચ્યા હતાં.

  Reply
 2. manvant

  Sorry ! My guj.font doesn’t work !
  Thx. to Mr. Vivekbhai for detailed info.I think this song is sung by Damayantiben Bardaai.Can it be heard here too Jayashreebahen ?Can we know of the rest of the bhajans-songs ?Putravadhoone avu gnaana aape tevi saasu viral hoya chhe !Namaskaar saasujee !

  Reply
 3. Atul

  જયશ્રી,

  શુ તારી પાસે સત્તાર બાપુ ના ભજન છે?
  ઈ-મેલમા જવાબ આપજો.
  આભાર.

  Reply
 4. B.j.patel

  પ્રિય જયશ્રિ બેન,

  તમે મારા નમસ્કાર. ગ્ન્ગા સતીના બીજા ભજનો મૂકશો તેવી વિનન્તિ.

  Reply
 5. kaushik n parmar

  મને તત્તવ ગનાના ભજનો સમજવા અને સાંભળવા ગમે મને મારગ બતાવજો

  Reply
 6. kaushik n parmar

  અતિ સુન્દર આનાથિ સુન્દર શું હોઇશકે

  Reply
 7. Naishadh Pandya

  મજા એ કે ગગાસતી ચાર ચોપડી ભણ્યા અને હવે માણસો એના ભજન પર PhD કરે. કેવુ ગ્નાન?

  Reply
 8. chintan joshi

  કોઈ જાને ચે કે ગન્ગા સતિ મા નુ સમાધિ સ્થાન ક્યા ચે ?
  મારે ત્યા જવાનિ ઈચા ચે .તો ક્રુપા કરિને મેઇલ કર જો.

  Reply
 9. chirag Darji

  મારી પાસે આ ગીત ની ઑઙીયો છે.
  તમે પરવાનગી આપો તો, હુ email કરુ.

  ચિરાગ દરજી

  Reply
 10. mukesh

  સુન્દર લખ્યુ ચ્હે
  તમરિ પાસે ગન્ગા સતિ ના બિજા ભજન હોય તો મુક્સો

  Reply
 11. Rekha shukla(Chicago)

  આ તો અધૂરિયાને નો કે’વાય,
  આ ગુપત રસનો ખેલ છે અટપટો,
  આંટી મેલો તો પૂરણ સમજાય….

  વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
  નહિતર અચાનક અંઘારા થાશે;…

  ખુબ સુંદર!!

  Reply
 12. Labhshankar Bharad

  સુન્દર ભજન,મધુર સ્વર, સાંભળીને આનંદ થયો. ધન્યવાદ, ‘જય શ્રી કૃષ્ણ’ !

  Reply
 13. Nikhil Parikh

  17/3/12

  Dear Jayshreeben,

  Just want you to know that your efforts for TAHUKO are yeoman. We benefit a lot from your site–emotionally and pleasure too.

  Thanks.

  Nikhil Parikh

  Reply
 14. Pathik

  very beautiful bhajan but once again it is very difficult to understand for those who do not have deep knowledge of spirituality, it would have been better if meaning of the metaphore, symbols used in such bhajans is explained.

  Reply
 15. Anant Parmar

  જીવન ના તત્વજ્ઞાન ને સરલ અને સોલિડ સમજાવવાનુ ગંગાસતી જ કરી શકે.
  વિવેક ભાઈને ધન્યવાદ …. ગંગાસતી ની વિગત આપવા બદલ.

  Reply
 16. rita shah

  ગંગા સતીનુ અદ્ ભુત સતીત્વ.
  મોહ માયા છોડી અલગ દુનિયામા જવુ તે આત્મજ્ઞાનને પર છે.

  Reply
 17. vihar majmudar vadodara

  વડોદરામાં ‘ગરિમા’ તરફથી રજુ થયેલ કાર્યક્રમમાં દિપ્તીએ જે ભાવવાહી રજુઆત કરેલી તે હજી યાદ છે.પ્રસ્તુત ગીત માટે અભિનંદન! ગંગાસતી અધ્યાત્મની બાબતમાં ઘણું ઉચ્ચ સ્થાન ધરાવે છે.ગંગાસતીના અન્ય પદો મળી શકે તો અતિ આનંદ. વિહાર મજમુદાર વડોદરા

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *