જુનની ૧૪, ૨૦૦૬ માં પહેલા મુકેલી ગંગા સતીનું આ ભજનની ઓડીયો રેર્કોડીંગ….
સ્વર : દમયંતી બરડાઈ
સંગીત : સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ : ગંગાસતી (૧૯૭૯)
સ્વર : દિપ્તી દેસાઇ
સંગીત : ગૌરાંગ વ્યાસ
આલ્બમ : શ્રધ્ધા
વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે….
ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય….
ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત….
ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ….
– ગંગા સતી
Can anyone please write a detailed explanation of this song. I love this song, but don’t happen to really understand it . Thank you.
ખૂબ સુંદર ભાતીગળ ભજન..
સાચે જ શ્રી દીપ્તિબેનનાં સ્વરમાં “ગંગા સતી”જી બિરાજમાન હોય એવો સ્વરનો સ્પર્શ..
I LIKE THIS SONG
આ ગીત મા અધુરિયાની વાત્ બહુ ગમી
વડોદરામાં ‘ગરિમા’ તરફથી રજુ થયેલ કાર્યક્રમમાં દિપ્તીએ જે ભાવવાહી રજુઆત કરેલી તે હજી યાદ છે.પ્રસ્તુત ગીત માટે અભિનંદન! ગંગાસતી અધ્યાત્મની બાબતમાં ઘણું ઉચ્ચ સ્થાન ધરાવે છે.ગંગાસતીના અન્ય પદો મળી શકે તો અતિ આનંદ. વિહાર મજમુદાર વડોદરા
પ્રતિભાવ તો ઉપર આઅપી જ દીધો હતો…
પણ ગાયકી ફરીથી સ્પર્શી ગઈ… આભાર !
fine, thank you.
Really excellent ! What I can say is MAY GOD BLESS YOU ALL !!!
આ દિપ્તી દેસાઈનો અવાજ નથી.સહેજ ચકાસી લેજો.
ગંગા સતીનુ અદ્ ભુત સતીત્વ.
મોહ માયા છોડી અલગ દુનિયામા જવુ તે આત્મજ્ઞાનને પર છે.
જીવન ના તત્વજ્ઞાન ને સરલ અને સોલિડ સમજાવવાનુ ગંગાસતી જ કરી શકે.
વિવેક ભાઈને ધન્યવાદ …. ગંગાસતી ની વિગત આપવા બદલ.
very beautiful bhajan but once again it is very difficult to understand for those who do not have deep knowledge of spirituality, it would have been better if meaning of the metaphore, symbols used in such bhajans is explained.
17/3/12
Dear Jayshreeben,
Just want you to know that your efforts for TAHUKO are yeoman. We benefit a lot from your site–emotionally and pleasure too.
Thanks.
Nikhil Parikh
મજા આવિ આભાર
સુન્દર ભજન,મધુર સ્વર, સાંભળીને આનંદ થયો. ધન્યવાદ, ‘જય શ્રી કૃષ્ણ’ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય….
વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;…
ખુબ સુંદર!!
સુન્દર લખ્યુ ચ્હે
તમરિ પાસે ગન્ગા સતિ ના બિજા ભજન હોય તો મુક્સો
મારી પાસે આ ગીત ની ઑઙીયો છે.
તમે પરવાનગી આપો તો, હુ email કરુ.
—
ચિરાગ દરજી
સાભલવુ હોય તો? રિત બતાવસો
nice gujarati song collection
કોઈ જાને ચે કે ગન્ગા સતિ મા નુ સમાધિ સ્થાન ક્યા ચે ?
મારે ત્યા જવાનિ ઈચા ચે .તો ક્રુપા કરિને મેઇલ કર જો.
ભાવનગર જિલ્લા નું ધોળા જંકશન સ્ટેશન થી 6 km દુર સમઢીયાળા ગામ આવેલ છે જે ગંગા સતી નું સાસરું હતું અને ત્યાજ તેની સમાધિ પણ છે…..
મહુવા થી ધોળા સુરત થી ધોળા રોજ ટ્રેન જાય છે…
સંજય
વા નૈશાધ ભાઈ ખુબજ સરસ લખ્યુ તમે .
મજા એ કે ગગાસતી ચાર ચોપડી ભણ્યા અને હવે માણસો એના ભજન પર PhD કરે. કેવુ ગ્નાન?
i don’t find any song … here….
can you please upload it?
અતિ સુન્દર આનાથિ સુન્દર શું હોઇશકે
મને તત્તવ ગનાના ભજનો સમજવા અને સાંભળવા ગમે મને મારગ બતાવજો
શિવ સ્વરોદય અનુભવિ પાસે જઈ ને સમજ્વુ
વિભકરભઈ પન્દિપયા ના પુસ્તકો નો સેત મન્ગવિ વાચ્વો
સન્જય
પ્રિય જયશ્રિ બેન,
તમે મારા નમસ્કાર. ગ્ન્ગા સતીના બીજા ભજનો મૂકશો તેવી વિનન્તિ.
it was unbelievable words, i want to hear more bhajans of gangasati.could u help me ?
જયશ્રી,
શુ તારી પાસે સત્તાર બાપુ ના ભજન છે?
ઈ-મેલમા જવાબ આપજો.
આભાર.
પ્રિય મિત્ર આ ગિત મા પ્ે નુ ઓપ્તિઓન નથિ
Sorry ! My guj.font doesn’t work !
Thx. to Mr. Vivekbhai for detailed info.I think this song is sung by Damayantiben Bardaai.Can it be heard here too Jayashreebahen ?Can we know of the rest of the bhajans-songs ?Putravadhoone avu gnaana aape tevi saasu viral hoya chhe !Namaskaar saasujee !
આશરે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામના ગંગાસતી અથવા ગંગાબાઈ એ ભક્તિ, યોગસાધના, બોધ તથા સાક્ષાત્કાર એવી ભૂમિકાને સાકાર કરતાં પદો લખ્યાં છે. ભાવની માર્મિક્તા અને ભાવકને તન્મય કરી દેતી લયાત્મક્તા ગંગાબાઈના પદોની લાક્ષણિક્તા છે. કુલ ચાળીસેક પદોમાંથી અડધા પદો એમણે પાનબાઈને સંબોધીને લખ્યાં છે. એવું મનાય છે કે પાનબાઈ એમનાં પુત્રવધુ હતાં જેમને શિક્ષણ આપવા માટે ગંગાસતીએ પદો રચ્યા હતાં.
Welcome to Gujarati Netizens’ world, Jayashree bahen!
You have selected an extraordinary work of Gangaa satee, Jayashree bahen!
The choice itself reflects the depth of your “being”. If you happen to get more of Gangaa Satee’s work, please publish it.
All the best to your blogs!
May I invite you to:
http://gujaratiblog.blogspot.com
http://gujarat1.blogspot.com
… Harish Dave