નિરંજન ભગત પર્વ – ૫ : પથ્થર થરથર ધ્રુજે !

પથ્થર થરથર ધ્રુજે !

હાથ હરખથી જૂઠ્ઠા ને જડ પથ્થર ત્યાં કોણ વેદના બૂઝે ?
અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે,

“આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !” એમ કિલોલે કૂજે,
એક આદમી સાવ અઓલિયો વહી રહ્યો ‘તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઇ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઇ એનું દિલ દયાથી દૂઝે !
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

“જેણે પાપ કર્યુ ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !”

એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.

– નિરંજન ભગત

5 replies on “નિરંજન ભગત પર્વ – ૫ : પથ્થર થરથર ધ્રુજે !”

  1. વાહ ! સરસ અને સુન્દર
    યાદ આવી ગયુ ફીલ્મ “રોટી” નુ ગીત
    …… ઇસ પાપીન કો આજ સજા દેંગે મિલકર હમ સારે
    લેકિંન જો પાપી ન હો વહ પહેલા પથ્થર મારે ………

    Good indeed – NICE
    With warm regards from પુષ્પકાન્ત તલાટી

  2. એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
    અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.

    વાહ , ખુબ સરસ

  3. Jay Ma.
    Yogenbhai na saujanya thaki , aa mangal parva no laabhaanvit thataa dhanyataa anubhavu chhu.
    Jaysriben ne saadar namaskaar ane abhinandan..
    Murabbi Bhagatsaheb ne amaaraa parivaar na peanaam tathaa “satam jiv sharad” ni shubhechchhaao.
    Aabhaar..Sundar pravutti karvaa Prabhu saune shakti samay saahas ane swaasthya aape,te abhyarthanaa.
    Girish Mankad , Gondal…s parivaar…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *