સ્વર : બંસરી યોગેન્દ્ર સ્વરકાર : હરેશ બક્ષી
પૂનમ ને કહેજો કે પાછી ન જાય
ઉગી ઉગીને આમ આછી ન થાય!
આંખો નાં અજવાળાં ઘેરીને ઘૂમટે
ઝૂકેલી બીજ ને ઝરૂખડે,
ઉઘાડે છોગ આજ છલ્ક્નતા ઉમટે
રૂપના અંબાર એને મુખડે;
સોળે કળાએ એની પ્રકટી છે કાય!
પૂનમ ને કહેજો કે પાછી ન જાય
માનેના એક મારી આટલી શી વાતને
તોય ભલે, આજતો નીતરે !
આવતી અમાસની અંધારી રાતને
ચંદનથી ચારકોર ચીતરે,
આંખડીને એવાં અજવાળાં પાય;
ઉગી ઉગીને ભલે આછી તો થાય,
પૂનમ ને કહેજો કે પાછી ન જાય!
Really melodious….just class…deserve compliments…all of you….
સરસ ગીત,મધુર સ્વરાંકન,આનંદદાયી કંઠ…………..
સૌને અભિનદન,આપનો આભાર………..