તું આવીને અડ! – રાજેન્દ્ર શુક્લ

...કોઈ કહે કેસરની ક્યારી....Photo: Dr. Chirag Patel

…કોઈ કહે કેસરની ક્યારી….Photo: Dr. Chirag Patel

અડાબીડ ઊગ્યા આડેધડ
કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ,
અમને તો કંઈ ખબર પડે નંઈ
તું આવીને અડ…

લ્હેરે લ્હેરે અમે લ્હેરિયેં
મૂળ ને માટી ગરથ,
ચારે બાજુ આભ વેરિયેં,
ઉકલે ત્યારે અરથ,
તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દડ…

અમે આવડ્યું એવું ઊભા,
અડધા પડધા તડકે,
ઝીલેલું યે ઝલાય છે કયાં
અડધું પડધું અડકે,
તું જો વીજળી હોય તો આવી આખેઆખું પડ…

– રાજેન્દ્ર શુક્લ

 

5 replies on “તું આવીને અડ! – રાજેન્દ્ર શુક્લ”

 1. Bhadresh Joshi says:

  Sri Amar Bhatt recited this before he sang:

  Namatun Dithun Nain Taraju

  can be found on tahuko.com

  :

  • પ્રશાંત says:

   Bhadreshbhai,
   This is indeed a beautiful poem. I have heard it recited by both Rajendra Shula (on web) and by Amar Bhatt. Unfortunately, I have not had a pleasure to hear the melodic version by Amar Bhatt. I will have to request that of him during his July trip to the USA.
   Prashant

 2. Vijay Bhatt ( Los Angeles) says:

  ક્લાસિક રાજેન્દ્ર શુક્લ ગેીત્..! આ ચિત્ર એક્દમ અનુરુપ્…!

 3. Suresh Shah says:

  અમને તો કંઈ ખબર પડે નંઈ
  તું આવીને અડ…
  કેવો ટહુકો, જયશ્રીબેન. આવી મધુરી લાગણીને વાચા આપી.
  કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ …. કેસરની ક્યારી કહેનારા અને ખડ કહેનારા …. ઘણા મળી રહે; પણ મનની વાત કહેનારા કેટલા?
  રમેશભાઈની રચનાનો આસ્વાદ કરાવવા બદલ આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

 4. Bhadresh Joshi says:

  Dear Prashanbhai

  Shri Amar Bhatt link here.

  http://tahuko.com/?p=8658

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *