સપનાં – પન્ના નાયક

સેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ..
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં જતનથી સેવેલાં
પણ
હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાખવાનાં છે
મારાં સપનાં..!

2 replies on “સપનાં – પન્ના નાયક”

 1. jAYANT SHAH says:

  આ સેલ માલનો ભરાવો કે સપનનો તકાદો ?બહુ ગમ્યુ !

 2. Suresh Shah says:

  સપનાનાં કાંઈ સેલ હોય?
  મારા અરમાન એમાં ભર્યા છે. કેટલીયે ન કહેવાની વાતો એમાં છે.
  એને વેચવા ન જવાય.

  જેને સ્પર્શસે, એ આવીને લઈ જશે ….

  પન્નબેન, બહું ગમ્યું.

  – સુરેશ ઘ, સિંગાપોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *