મમ્મી, આ ચાંદો ખવાય? – કૃષ્ણ દવે

સ્વર – સ્વરકાર – ?

225075_10150165865446367_4615906_n
(photo: Vivek Tailor (Detroit, USA – April 2011))

ચકચક ખીસકોલી મમ્મીને પૂછે,
મમ્મી આ ચાંદો ખવાય…
મમ્મી કહે કે પહેલા પપ્પાને પૂછ,
એના ઝાડ પર કેમનું જવાય…

પપ્પા કહે કે છેક એક ઊંચા આકાશમાં,
આવ્યું છે ચાંદાનું ઝાડ,
જમીનથી દેખાતો ચાંદનીનો ક્યારો
ને ટમટમતી તારાની બાગ…
અઘરા તે રેસમાં કૂદકો મારું, તે
તરત જ ત્યાં પહોંચી જવાય..

મમ્મી કહે કે સાવ ગપ્પા શું મારો છો,
ચકચક તો બાળક કહેવાય
સાંભળેલી વાત બધી સાચી માનીને
જોજો એ કૂદી ન જાય…
કોરીકટ માટીમાં લીટા નહોય,
એમાં તો એકડો ઘૂંટાય…

સાંભળીને વાત એક લીમડાની ડાળ કહે,
ખૂબ જ પાકી છે લીંબોળી.
પૉનમને દાહ્ડે આ ચકચકને મોકલજો,
ખવડાઇશ ચાંદનીમાં બોળી.
ચાંદામામાની વાતો મધમીઠીને
એના તો ગીતો ગવાય…

13 replies on “મમ્મી, આ ચાંદો ખવાય? – કૃષ્ણ દવે”

 1. KKB says:

  બહૂ સરસ. મજા આવિ ગઈ. નાન પણ યાદ આવી ગયૂ.

 2. ગુંજન ગાંધી says:

  કૃષ્ણ દવે

  • Jayshree Bhakta says:

   મને લાગ્યું જ હતું 🙂
   આભાર, ગુંજનભાઇ… તમે હજુ ટહુકો પર ભૂલા પડો છે, એ ગમ્યું 🙂

 3. Chandrika says:

  Very beautiful song . Keep writing such lovely songs krushna dave and keep posting beautiful songs on ttahuko.com

 4. Chandrika says:

  Tahuko aama j tahukya kare ane amne jalasa karavya kare.

 5. Jayesh Shah says:

  Beautiful poem,I like Khiskoli’s name,ChakChak.

 6. મજાનું ગીત…

 7. કૃષ્ણ દવે . says:

  વાહ જયશ્રીબેન , આ બાળગીત ભવ્યા અને ભ્રાંતિ નામની બાળકીઓ અને અન્ય બાળાઓએ ભોંદુભાઇ તોફાની નામની મારી બાળગીતની સી ડી માં ગાયેલું છે જેનું સંગીત દીપેશભાઇ દેસાઇએ આપ્યુ છે . આભાર . કૃષ્ણ દવે

 8. pravin says:

  vaah, Krushna Dave is always super, thank you

 9. dharmen says:

  ગીત વિષે શ્રી કૃષ્ણ દવે એ આપેલ માહિતી ગીતના પ્રારંભે મુકવા વિનંતી.

 10. padhiar amit my. says:

  વવ્વ્વાહ વાહ, 👌👌👌👍❤❤❤❤

 11. padhiar amit my. says:

  વવ્વ્વાહ વાહ, 👌👌👌👍❤

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *