નવમી વર્ષગાંઠ પર…

aanya_jayshree
(નૂતન ટહુકો…. આન્યા અને મમ્મી જયશ્રી)

*

નવમી વર્ષગાંઠ પર ટહુકો ડૉટ કૉમ ને અઢળક મબલખ શુભકામનાઓ…

*

જોતજોતામાં નવલા નવ વરસ પસાર થઈ ગયાં અને આપણા સહુનો લોકલાડીલો ટહુકો દસમા વરસમાં આજે પ્રવેશી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી ટહુકો એની શરૂઆતની નિયમિતતાથી રોજ વહેલી પરોઢે આપણા કાનોને શબ્દ-સૂરથી તરબતર કરવાના બદલે અનિયમિતતાથી આપણા દરવાજે ટકોરા મારી રહ્યો છે…

અમે અમારા અંગત ડિટેક્ટિવ શ્રીયુત વ્યોમકેશ બક્ષીને ટહુકો ડૉટ કોમની અનિયમિતતાના કારણો અંગે તપાસ કરવાનું કામ આપ્યું હતું… અને ડિટેક્ટિવ મહાશય જે ધમાકેદાર કારણ શોધી લાવ્યા છે એ જાજરમાન કારણ આજે હું ટહુકોની નવમી વર્ષગાંઠે આપ સહુ સમક્ષ રજૂ કરું છું… અને આ કારણ છે જયશ્રી અને અમિતના બગીચામાં ખીલેલું નવલું પુષ્પ, આન્યા પટેલ !

કુ. આન્યા (જયશ્રી-અમિત) પટેલ, ટહુકો પરિવારમાં આપનું દબદબાપૂર્વક સ્વાગત છે… આશા રાખીએ કે આપ ઝડપભેર આપના પગ પર ઊભા થઈ જાવ તો અમને અમારો તહુકો ફરીથી નિયમિત કૂકડાની બાંગ બનીને મળતો થાય…

નવમા જન્મદિવસ પર ખૂબ ખૂબ મુબારકબાદી, ટહુકો.કોમ…

– વિવેક મ. ટેલર

*

aanya_vivek
(આન્યા…..     … વિવેકઅંકલ સાથે)

30 replies on “નવમી વર્ષગાંઠ પર…”

 1. Dipak Solanki says:

  खूब खूब अभिनंदन

 2. મીના છેડા says:

  નવમા જન્મદિવસ પર સંગીતમય શુભકામનાઓ!

 3. ખુબ ખુબ અભિનન્દન.

 4. Harish says:

  હર્દિક અભિનન્દન અને ધન્યવાદ.

  હરીશ

 5. Hasmukh M Shah says:

  Congratulations on Accomplishing Nine Years !

  – Hasmukh Shah

 6. Kanubhai says:

  Congratulations. Aanya & Tahuko grow together.

 7. Many Many Happy Returns Of D Day
  नवमी मंगल वर्षगाँठ नि शुभकामना साथे अभिनन्दन ।।

 8. વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ,
  સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ.

  વર્ષે વર્ષે એની એજ વૈશાખ,
  દેહ પર ચોળી એણે એની એજ રાખ.

  એની એજ લૂ ને એની એજ લ્હાય
  એનો એજ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય.

  વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,
  આજે પણ એનું એજ, જેવું હતું કાલે.

  વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુક્રપાઠ
  વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.

  – નિરંજન ભગત

 9. કેતન શુકલ says:

  ખૂબ ખૂબ અભિનંદન

 10. કેતન શુકલ says:

  અભિનંદન

 11. ketan yajnik says:

  શું રદીફ અને શું મત્લા
  અમે તો ટહુકે ટહુકે પીગળ્યાં

  કેવા ગીત અને કેવી ગઝલ
  અમે તો તારા સ્તરમાં લય થયાં

 12. Upendraroy Nanavati says:

  Sushri Jaishreeben,Shri Amitbhai Ne Khub Khub DhanyaVaad,AbhNandan …..Anya-ne Mitu Mithu VAHAL !!!

  Prabhu Tamara trane-Ne Khub Khub Khush raakhe Ane killol Karata rakhe,Tevi shubhechha !!

  Hug And caress ANYA on behalf of US !!

  Chhaya+Upendraroy Nanavati

 13. Pragnesh Gyani says:

  ખુબ ખુબ અભિનન્દન્.. આજ રેીતે અમને સુન્દર કાવ્યો અને ગેીત સન્ગેીત નો લ્હાવો આપતા રહેશો એવેી આશા અને શુભકામના…

 14. Vibnuti says:

  ટહૂકો હંમેશા ટહુકતો રહે ને લોકો અ દિલ ને ડોલાવતો રહે

 15. gopal says:

  નવ વર્ષ જુના ટહુકાને હેપ્પી બર્થ ડે અને નવા ટહુકાઆન્યા) ને ખોબલા ભરીને પ્યાર.
  ગોપાલકાકા

 16. MAYUR MARU says:

  ” આન્યા ઃ નામ્થિ ખુબ્જ પ્રભવિત થયો. આમ તો અનન્યા સમ્ભ્લેલુ પન આ નવિન ચ્હે.

  મયુર મારુ

 17. KKB says:

  Congratulations on the 9th Birthday of your first child-Tahuko. I am so jealous of Aanyaa that she is taking away your love away from Tahuko and towards her. But she deserves all the love you have. God Bless Aanyaa. May she have many more birthdays to celebrate with you. Kehte hain, Tum Jiyo hazzaron saal Aur saal ke din haun pachaas hazaar. And same to Tahuko.

 18. Govind Maru says:

  નવમો જન્મ દીવસે અભીનન્દન અને અઢળક શુભેચ્છાઓ..

 19. Pravin Shah says:

  Congrats 😤

 20. Raja and Paulomi Solanki says:

  ટહુકો।કોમ ની નવમી વર્ગાંગાંઠ પર ખુબ ખુબ અભિનંદન અને આશિષ

  ખોબલે ખોબલે શુભ કામનાઓ

  રાજુભાઈ અને પૌલોમી

 21. જયેશ કે. મહેતા says:

  સાત સુરો ના સરનામે રહેતો ટહુકો આન્યા ની સાથે જ ઉછરે, વિકસે અને વિસ્તરે એવી શુભકામનાઓ, ટહુકા એ તો અમને ખુબ બધું આપ્યું છે પણ અમે તો માત્ર દિલ થી વ્હાલભરી શુભકામનાઓ જ આપી શકીએ ને?

 22. manoj shukla says:

  નવમા જન્મદિવસ પર ખૂબ ખૂબ મુબારકબાદી, ટહુકો.કોમ…

 23. Anila patel says:

  નવમી વર્શગાઠ નીમીત્ત ખૂબ ખૂબ અભીનન્દન.

 24. Ketan says:

  Hearty congratulations to Jayshreeben and Amitbhai – for આન્યા and ટહુકો… God bless…

 25. urvish says:

  Jayshreeben

  You have done a great service to Gujarati

  congratulations Keep it up waiting for silver jubilee of tahuko

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *