હાથ છુટ્ટો રાખવાથી એટલું સાબિત થયું
હા, મળે છે આપવાથી એટલું સાબિત થયું
સાવ બરછટ મારા ચહેરામાં, બીજો ચહેરોય છે
તારી સાથે ચાલવાથી એટલું સાબિત થયું
સુખ પ્રખર સૂરજ બન્યું ને જીવ સૂકાતો ગયો
ફેર પડશે નહિ દવાથી- એટલું સાબિત થયું
ક્યાંક શ્રદ્ધા પણ હશે ઘરના કોઇ ખૂણે હજુ
બારણા પર શ્રી-સવાથી એટલું સાબિત થયું
દૃશ્ય ગોરંભાય, રણમાં માવઠાની છે વકી
આંખની આબોહવાથી એટલું સાબિત થયું
દૂર ભાગો જેમ આવે એમ એ સામે ફરી
ઈન્દ્રિયોને મીંચવાથી એટલું સાબિત થયું
– નીરજ મહેતા
”દૃશ્ય ગોરંભાય, રણમાં માવઠાની છે વકી
આંખની આબોહવાથી એટલું સાબિત થયું ” આ અદભૂત કલ્પન માટે ખાસ અભિનન્દન. સમગ્ર રચના સુન્દર.
Nice
ખુબજ સરસ
તમે નહી આવો તે નક્કી હત
તોયે મેં મારા હેયા થી એ વાત છાની રાખી
મુઝે ક્યા બુરા થા મરના અગર એત્બાર હોતા
સ્રરસ-થયા કેટ્લા અવતાર, જગત રહયુ એ જ,ફેર પડશે નહી,