હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો

સ્વર : હેમુ ગઢવી

This text will be replaced

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

13 thoughts on “હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો

 1. Jayesh Gadhvi

  નીલ વરણી ઓઢણી જે’દી ધરા સ્રર પર ધારશે, એ વખતે ગુજરાત ને ભાઈ યાદ હેમુ આવશે…….

  ખુબ ખુબ આભાર જયશ્રી બહેન ….આ ગીત મુકવા બદલ….

  જયેશ ગઢવી, રાજકોટ (સૌરાષ્ટ્ર,ગુજરાત )

  Reply
 2. Tarak

  હેમુ ગઢવીને સાભળ્યા બાદ અન્ય તમામ ટહુકાની મીઠાશ અધુરી!!!

  Reply
 3. Kishor Modha

  હેમુભાયનિ વાત ન્યારિ
  એવિ હોય જો યારિ
  યાદ થૈ જાય ભારિ
  ભગવાન તુ આવા માણસ્ ખાઉ કેમ થાય છે

  Reply
 4. kaushik mehta

  ઈત્સ બુતિફુલ વેબ્સિતે વેન એન્જોય વોન્દેર્ફુલ થિન્ગ્

  Reply
  1. CHAMAN KUMAR

   ચડશે ઘટા ઘનઘોર ગગને મેઘ જળ વરસાવશે
   નીલ વરણી ઓઢણી જ્યાં ઘટા સર પર ધારશે
   ગહેકાટ ખાતાં મોર ઘન જેદી પિયુ ઘન પોકારશે
   એ વખત આ ગુજરાત ને ઓલ્યો યાદ હેમું આવશે.
   દુઃખી પિયર ની દિકરી કો દેશ દેશાવર હશે
   સંતાપ સાસરવાસ ના એ જીવનભર સહેતી હશે
   વહુએ વગોવ્યા ની રેકર્ડું જેદિ રૅડિયા માં વાગશે
   એ વખત આ ગુજરાત ને યાદ હેમું આવશે.

   લોકસાહિત્યકાર ચમનકુમાર ગજ્જર

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *