ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા - તુષાર શુક્લ

ગઇકાલે આપણા વ્હાલા કવિ ‘તુષાર શુક્લ’નો જન્મદિવ (Sept 29th), તો આજે આ એમની કલમે લખાયેલો ગરબો સાંભળતા એમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપીએ ને ?

Happy Birthday તુષારભાઇ.. તમારા ગીતોએ કેટલાય ગુજરાતીઓને - ગુજરાતી ગીત સાંભળતા - ગણગણતા કર્યા છે.. એના માટે અમારા બધા તરફથી ખૂબ ખૂબ આભાર.. અને શુભેચ્છાઓ..! :)

[ Correction : તુષારભાઇનો જન્મદિવસ ૨૯ જુન છે - એટલે હું એક દિવસ નહીં, ૩ મહિના અને એક દિવસ મોડી પડી. :) ]

સ્વર : પિયુષ દવે
સંગીત : ડો. ભરત પટેલ

This text will be replaced

સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા,
આવ્યા રે ચાંચરના ચોકમાં
માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં

માટીનું કોડિયું આ દિપક થઇ જાય
જ્યારે જગમગતી જ્યોતે સોહાય
દીવે થી દીવે જ્યાં પ્રગટી ઉઠે ને
ત્યાં તો અંધારા આઘા ઠેલાય

માડી આવો ને હૈયાના ગોખમાં
સોળે શરણાર સજી…

તાળી ને ચપટી લઇ, માથે માંડવણી લઇ
ગરબે ઘૂમે છે આજ ગોરીઓ
ગેબ તણો ગરબો આ ઘૂમ ઘૂમ ઘૂમતો
એ અંબા જગદંબા એ કોરીઓ

પેર્યો નવલખ તારાનો હાર ડોકમાં
સોળે શણગાર સજી…

એક વર્ષ પહેલા : શબ્દો છે મારાં શ્વાસ - વિવેક મનહર ટેલર

બે વર્ષ પહેલા : ગઝલ - ચિનુ મોદી, હું ક્યાંથી પાણી ભરું.... અને... રૂમાલ મારો રંગદાર છે........

10 comments to સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા - તુષાર શુક્લ

  1. pragna
    September 30th, 2008 at 12:22 pm

    માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં
    માડી આવો ને હૈયાના ગોખમાં
    માટીનું કોડિયું આ દિપક થઇ જાય
    જ્યારે જગમગતી જ્યોતે સોહાય.
    સુંદર શરુઆત નવલિ નવરાત્રિ નિ.

  2. વિવેક ટેલર
    September 30th, 2008 at 12:38 pm

    સુંદર રચના… અને મજાનું સ્વરાંકન..

  3. Bela
    September 30th, 2008 at 4:26 pm

    very nice keep up the good work…..

  4. pragnaju
    September 30th, 2008 at 6:32 pm

    મઝાના શબ્દો અને મધુરા સ્વરમાટે અભિનંદન
    વર્ષગાંઠમાં કાંઈ ગાંઠ પડી ગઈ હોવાથી દહેશત ફેલાઈ ગઈ છે!

  5. Pinki
    September 30th, 2008 at 7:03 pm

    તેમનો જન્મદિન ૨૯ જૂન છે.

    સુંદર મજાની રચના……..

  6. yogeshshukla
    September 30th, 2008 at 7:56 pm

    માતાનો સુન્દર ગરબો

  7. Jayshree
    September 30th, 2008 at 9:20 pm

    ઊર્મિએ ૨૯મી સપ્ટેમ્બરે તુષારભાઇનો જન્મદિવસ ઉજવ્યો તો મને થયું કે હું શું કરવા રહી જાઉં, એટલે મેં ૩૦મી એ એમને Belated Happy Birthday કર્યું - ટહુકો પર… પણ સવારે ખબર પડી કે આ તો આપણે ૩ મહિના મોડા પડ્યા.

    ચલો કંઇ નહિં - એ બહાને તુષારભાઇને ફરી એકવાર યાદ કર્યા, એમની વાતો અને કવિતા વાંચી - એ માટે તો બધા નફામાં જ છે ને..

  8. haresh purohit
    October 31st, 2008 at 1:49 am

    આવ મજાના સુન્દર અવાજ નુ એક જ ગિત કેમ ? પિયુશ દવે ના અવાજ મા વધુ ગિતો સામ્ભળવા ચાહિયે………

  9. deepmala trivedi
    October 31st, 2008 at 1:57 am

    piyush dave is realy a trained voice singer,,,,,,, there are lots of imotions in his voice,,,,,, we want to listen more songs of piyush dave. plzzzzzzzzzz…. thanks………

  10. bharat nardipur
    November 28th, 2009 at 11:52 pm

    very nice garbo

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>