સંગીત : રિષભ Group

This text will be replaced
રાધા ગોવાલડીના ઘર પછવાડે
મોહન મોરલી વગાડે જો,
ઈ રે વાગે ને મુને સટપટી લાગે
નૈણો માં નીંદર ન આવે જો
સરખી સહેલી મળી ગરબે ઘુમતા
રાધિકાને કાળીનાગ ડંખ્યો જો
ડાબે અંગૂઠડે સર્પડંખ દીધો
તનમાં લાહ્યું લાગી જો
વાટકીમાં વાટિયા ને ખાંડણીમાં ખાંડિયા
ઓહળીયા લેપ લગાવ્યા જો
તો યે રાધિકાના વિષના ઉતર્યા
બમણી લાહ્યું લાગી જો
પાટણ શહેરથી વૈદ તેવાડ્યા
વીરા મારા વિષડા ઉતારો જો
સાવ રે સોનાનો મારો હારલો રે આલું
રૂપલે તુને મઠાવું જો

September 28th, 2008 at 6:04 pm
રિષભ ગ્રૃપની ખૂબ સરસ ગરબાની ગાયકી
વીડીઓમા હોય તો ઔર મઝા
September 29th, 2008 at 3:26 am
ખૂબ જ આભાર બહેના
ચિત્ર ને ગીત ગમ્યાઁ !
December 1st, 2008 at 12:48 am
It’s a really nice song…
May 31st, 2009 at 10:08 pm
અદભુત શબ્દો ને ગયકિ
ધન્ય ચે વ્રુશ્ભ ગ્રુપ્
June 22nd, 2009 at 1:52 pm
આ ગેીત જ દાવુનલોદ કર્વુ હોય તો સુ કર્વુ……………પ્લિસ રિપ્લાય મેી
July 15th, 2009 at 12:39 pm
ખુબ જ સરસ …અદભુત…
August 29th, 2009 at 1:24 pm
GREAT RISHABH GROUP OF GREAT BARODA
PROUD TO BE BARODIAN AND GUJARATI
I MISS U BARODA……………..
October 18th, 2009 at 6:13 am
આવા ગિતો હવે બહુજ મલતા નથિ.