મારી કાચી કાયા કેરા કુંભે – રવિ ઉપાધ્યાય

ગાયિકા : હંસા દવે
સંગીતકાર: દક્ષેશ ધ્રુવ

મારી કાચી કાયા કેરા કુંભે, જનનીએ પ્રગટાવ્યું રે…..
મારા કાળજડાનું કોડિયું….

મારા અંધ હ્રદયનું બંધ બારણું, અંબાએ ઊઘાડ્યું રે
માયાનું બંધન તોડિયું….. મારી

ભવના ઘાટે, કંટક વાટે,
ડગ ભરતો ને ઠોકર વાગે;
શ્રધ્ધા શક્તિમાં જ ધરીને,
દિવ્ય આશના શ્વાસ ભરીને…

ઝુકાવ્યું મેં સાગરમાં ત્યાં, માએ પાર ઊતાર્યું રે….
મારું ડગમગ કરતું હોડિયું ….. મારી

તિમિર ભરેલી દશે દિશામાં,
પંથ ન સૂજે ઘોર નિશામાં;
જનમ મરણના ઝંઝાવાતે,
જાપ જપ્યા માના દિનરાતે;

ઘોર તિમિર ઘનઘટા ગઇ ને જનનીએ ઝબકાવ્યું રે…..
મારાં નવજીવનનું પરોઢિયું……. મારી

– રવિ ઉપાધ્યાય
———————————-
સ્વ. નંદલાલ ભૂતા ટ્ર્સ્ટ દ્વારા બાહર પાડેલ ગરબાની અને ‘ચંડીપાઠ’ની કેસેટ હે મા ત્વમેવ સર્મમમાં સમાવિષ્ટ. નવરાત્રિ નિર્ઝરિણી અને ઉરના સૂર પુસ્તકમાં પ્રકાશિત

8 replies on “મારી કાચી કાયા કેરા કુંભે – રવિ ઉપાધ્યાય”

 1. pragnaju says:

  હંસા દવેના સ્વરમાં મધુરુ મધુરુ
  તિમિર ભરેલી દશે દિશામાં,
  પંથ ન સૂજે ઘોર નિશામાં;
  જનમ મરણના ઝંઝાવાતે,
  જાપ જપ્યા માના દિનરાતે;
  ઘોર તિમિર ઘનઘટા ગઇ ને જનનીએ ઝબકાવ્યું રે…..
  મારાં નવજીવનનું પરોઢિયું……. મારી
  ખૂબ સરસ
  નોરતા આવે તે પહેલા નવા ગરબાથી શરુઆત ગમી

 2. Krupal Shukla says:

  સુંદર શબ્દોને બેનમૂન સંગીતમાં ગોઠવવાંથી અને એને સુંદર કંઠ અને ગાયિકી સાંપડવાથી આ એક અલૌકિક અને અદભૂત માતાજીની ભક્તિ રચના બની છે.

  તિમિર ભરેલી દશે દિશામાં,
  પંથ ન સૂજે ઘોર નિશામાં;
  જનમ મરણના ઝંઝાવાતે,
  જાપ જપ્યા માના દિનરાતે;

  ઘોર તિમિર ઘનઘટા ગઇ ને જનનીએ ઝબકાવ્યું રે…..
  મારાં નવજીવનનું પરોઢિયું……. મારી
  ખૂબ સરસ !

 3. Hitesh A says:

  ભવના ઘાટે, કંટક વાટે,
  ડગ ભરતો ને ઠોકર વાગે;
  શ્રધ્ધા શક્તિમાં જ ધરીને,
  દિવ્ય આશના શ્વાસ ભરીને…

  ઝુકાવ્યું મેં સાગરમાં ત્યાં, માએ પાર ઊતાર્યું રે….
  મારું ડગમગ કરતું હોડિયું ….. મારી

  અંબામા માં શ્રધ્ધા હોયતો આપણી ડગમગ કરતી જીવન નૈયા એ જરુર તરી પાર ઉતારે.
  હંસા દવેનો કંઠ રવિ ઉપાધ્યાયના શબ્દો અને દક્ષેશ ધ્રુવનું સંગીત ઉત્તમ કક્ષાના છે.

 4. Parthiv Mehta says:

  આ વરસની નવરાત્રિની આવાં સરસ ગરબાની શરુઆતથી ખૂબ આનંદ થયો. ગરબાનાં રવિ ઉપાધ્યાયનાં શબ્દો , દક્ષેશ ધ્રુવનું સંગીત અને હંસા દવેનો સૂર આપણને ભાવવિભોર કરી મૂકે છે.

 5. manvant says:

  માતાજીનું ચિત્ર ૐ માં દર્શાવી
  નવીન્ંતત્વ ઉમેર્યું તે સારું કર્યું બહેના !

 6. Neela says:

  ખુબ સરસ ગેીત અને એનેી અન્દરનેી ભાવના. ખુબ જ ગમ્યુ આ ગેીત અને તે પણ હન્સા દવેના સુર મા…

 7. Nice Geet & well sung by Hansaben !
  You are all invited to CHANDRAPUKAR at>>>>
  http://www.chandrapukar.wordpress.com

 8. Abhay says:

  બહુ સરસ ગીતના શબ્દો , સઁગીત અને મધુર કઁઠમાઁ ગવાયુ છે…..
  બહુ ઉઁચી ભાવના છે.
  સહુને ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *