ગઝલ લખવી હતી મારે બધાયે શબ્દ છોડીને… – કવિ રાવલ

 

અમે તત્પર તમે તત્પર,ઉભા છો કેમ થોભીને ?…
નદીની જેમ, બસ ક્યારેક આવી જાવ દોડીને..

બધા નિયમો – બધા છન્દો, બધા બન્ધનને તોડીને,
ગઝલ લખવી હતી મારે બધાયે શબ્દ છોડીને…

બધો વિસ્તાર ને વ્યવહાર કે ઘટમાળ, તહેવારો
વિકલ્પો છે અભાવોના નકામા સૌ પ્રયોજીને..

તુરો સ્વાદે – અને કોરો હવાઓના વમળ જેવો
હૃદયમાં છે જે ખાલીપો, ભરી દો આપ શોધીને

તમારો ભાસ ને આભાસ થૈ ઘેરી વળે પડઘા
થવું છે તરબતર આ જાતને તેમા ઝબોળીને.

–  કવિ રાવલ

12 replies on “ગઝલ લખવી હતી મારે બધાયે શબ્દ છોડીને… – કવિ રાવલ”

  1. તુરો સ્વાદે – અને કોરો હવાઓના વમળ જેવો
    હૃદયમાં છે જે ખાલીપો, ભરી દો આપ શોધીને

    અદભૂત શેર …

    ખુબ સુંદર ગઝલ…

  2. અમે તત્પર તમે તત્પર,ઉભા છો કેમ થોભીને ?…
    નદીની જેમ, બસ ક્યારેક આવી જાવ દોડીને
    સરસ શેર

  3. બધા નિયમો – બધા છન્દો, બધા બન્ધનને તોડીને,
    ગઝલ લખવી હતી મારે બધાયે શબ્દ છોડીને…

    વાહ્.. કવિ આ શેર તો મજાનો થયો છે.

  4. તુરો સ્વાદે – અને કોરો હવાઓના વમળ જેવો
    હૃદયમાં છે જે ખાલીપો, ભરી દો આપ શોધીને
    તમારો ભાસ ને આભાસ થૈ ઘેરી વળે પડઘા
    થવું છે તરબતર આ જાતને તેમા ઝબોળીને.
    વાહ

  5. બધા નિયમો – બધા છન્દો, બધા બન્ધનને તોડીને,
    ગઝલ લખવી હતી મારે બધાયે શબ્દ છોડીને…

    – વાહ કવિ! ક્યા બાત હૈ! સુંદર ગઝલ… ‘ગઝલ વિશ્વ’માં પણ વાંચી… હાર્દિક અભિનંદન !

  6. કવિ કવિની સુંદર ગઝલ
    તુરો સ્વાદે – અને કોરો હવાઓના વમળ જેવો
    હૃદયમાં છે જે ખાલીપો, ભરી દો આપ શોધીને

    તમારો ભાસ ને આભાસ થૈ ઘેરી વળે પડઘા
    થવું છે તરબતર આ જાતને તેમા ઝબોળીને.
    વાહ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *