ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે – રઇશ મનીઆર

રઇશભાઇની આ કેટલીય ગમતી ગઝલોમાંની આ એક.. અને શ્યામલ-સૌમિલની જોડી એમાં જ્યારે સ્વર-સંગીત ઉમેરે, ત્યારે ખરેખર ભરઉનાળામાં ઠંડી ઠંડી છાશ જેવી મઝા આવી જાય.. 🙂

.

ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ,
ઉકાળો મળે જો તરત ગટગટાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ન કુરિયર ન એસટીડી ન તો ફેક્સ્ કરતો,
એ પેજર મોબાઈલ થકી ખુબ ડરતો,
પગે ચીઠ્ઠી બાંધી કબુતર ઉડાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ના હોન્ડા ના સેન્ટ્રો ના ઓપેલ ઍસ્ટ્રા,
ના ઍસ્ટીમના ફ્રેન્ડ, ફ્ર્ન્ટી કે ઉનો,
બળદગાડું એને હજુ પણ લુભાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ન રાની ન કાજોલ ન ટ્વિન્કલ ન તબ્બુ,
કરિશ્મા નહીં ને રવિના કદિ નહીં,
હજુ એને નરગીસ સપનામાં આવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

52 replies on “ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે – રઇશ મનીઆર”

  1. Darshan says:

    ખુબ સરસ રજુઆત છે .હુ પણ વિતેલા જમાના ને ખુબ પસન્દ કરુ છુ ,આજ ન દિવસો મા એ દમ નથી જે તે જમાના મ હતો.ફોટાની કરમાત અદભુત છે.

  2. mahendramatani says:

    કોશિશ કરો, મહેદ્ર્ભાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *