કેસૂડાના રંગ ભરી… – અમિત ત્રિવેદી

સ્વર – સ્વરાંકન : રવિન નાયક

(Picture from : Flicker.Com)

કેસૂડાના રંગ ભરી, સપનાનો સંગ કરી આવ્યો પવન
સાંવરિયો નેહ ભરી,ઘરનું સરનામું લખી લાવ્યો પવન

સર સર સરતો સમીરા ,
ફર ફર ફરતી ફોરમ
રંગ રંગ મ્હોર્યો ઊમંગ,
બારસાખે બાંધીને તોરણ

હૈયામાં ગીત ભરી, કોકિલ કંઠ બની આવ્યો પવન
સોનેરી રંગ ભરી સાંવરનું નામ લખી લાવ્યો પવન

ધોમ ધોમ વૈશાખી તાપનો ,
અગન ઠારતો પવન
અષાઢી મેઘલી રાતે,
રોમ રોમ છલકે મધુવન

મખમલિયા સપના, મનગમતા ઠામે દોરી લાવ્યો પવન
ખાલીખમ આંખોમાં, રેશમિયું અજવાળું લઇ આવ્યો પવન

– અમિત ત્રિવેદી

7 replies on “કેસૂડાના રંગ ભરી… – અમિત ત્રિવેદી”

  1. “ક્યાં જઈ રોવી”
    કરમની કઠણાઈ ક્યાં જઈ રોવી,
    ભાગ્યમાં જ કપટ ક્યાં જઈ રોવી,

    બહાર ઉજાસ કઈ બતી ઓલવી,
    અંદર જ તિમિર ક્યાં જઈ રોવી,

    તારી હયાતી અંદર જ રહી,
    બહાર દુઃખડા જઈ જઈ રોવી,

    કરમ ફૂટ્યા થઈ આડા,
    અતર મનથી ફૂટી ફૂટી રોવી,

    વિધાતા દુઃખની ભરમાર રહી,
    સુખ મળે ક્યાં જઈ રોવી,

    ભીતરે ખૂટ્યાં નીર કેવી રીતે રોવી,
    રાહી ભૂંડો રહ્યો ભવ ક્યાં જઈ રોવી!
    -કેતનકુમાર કે. બગથરિયા “રાહી”

  2. Perfect combination of lyrics, composition, singing and music. Really “Kesuda” are very lucky. Kesuda really Rocks uncle.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *