મને આંખ મારે – રમેશ પારેખ

સ્વર / સંગીત – પાર્થિવ ગોહિલ
આલ્બમ – સપ્રેમ

વેળાવદરનો વાણીયો રે…મુઓ વાણીયો રે…
મને આંખ મારે….
ફલાણા શેઠનો ભાણીયો રે…મુઓ ભાણીયો રે…
મને આંખ મારે….

હું તો પાણી ભરીને કુવો સિંચતી રે…
જાત પાંપણની જેમ હું તો મીંચતી રે…
વાંકોચૂકો તે કરે લટકો રે…
ભરે આંતરડા તોડ ચટકો રે…મુઓ ચટકો રે…
મને આંખ મારે….

નથી ખોબો ભર્યો કે નથી ચપટી રે…
તોય લીંબોળી વીણતા હું લપટી રે…
મને લીંબોળી વીણવાના કોડ છે રે…
એનો વેળાવદરમાં છોડ છે રે…લીલો છોડ છે રે…
મને આંખ મારે….

– રમેશ પારેખ

4 replies on “મને આંખ મારે – રમેશ પારેખ”

 1. M.D.Gandhi, U.S.A. says:

  રમતિયાળ અને બહુ સરસ ગીત છે, પણ, કોઈ સ્ત્રી ગાયિકાના સ્વરમાં વધારે શોભત……

 2. Upendraroy says:

  This would have been Sond more Sweet and effective,had it been sung by najuk Namani NAAR !!!

 3. Rohit Parekh says:

  ઘ્નુ સુન્દર ,અને મઝાનુ ,રમુજિ ગાયન ઘાનુ ગામુઉ. વાહ્

 4. Geeta Paresh Vakil says:

  સાંભળતાની સાથેજ ગમી જાય તેવું રમતીયાળ ગીત. સંગીત અને ગાયકી અફલાતૂન. પાર્થીવ ગોહીલ ને અભીનન્દન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *