કોઇ અડધી લખેલી ગઝલમાં હતું – ડો.મહેશ રાવલ

ડૉ. મહેશ રાવલની ગઝલો આપણે એમના બ્લોગ પર તો માણીએ જ છીએ કાયમ, અને હવે તો એમની ગઝલો એમના જ અવાજમાં – તરન્નુમ સાથે સાંભળવા મળે છે.

તો આજે અહીં એમના સ્વર-શબ્દની મજા લઇએ..

 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે જલ, કમલમાં હતું !
 
શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ?
જે હતું તે બધું, દરઅસલમાં હતું !
 
શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
સત્ય કડવું ભલે,પણ અમલમાં હતું !
 
કોણ કે’છે મુકદર બદલતું નથી ?
આજ એ પણ અહીં,દલબદલમાં હતું !
 
છેક છેલ્લે સુધી અવતરણ ચિહ્નમાં
ને હવે, આંસુઓની શકલમાં હતું !
 
ફેર શું હોય છે, રૂપ નેં ધૂપમાં ?
બેઉ, અડધે સુધી હર મજલમાં હતું !
 
-ડો.મહેશ રાવલ

——————-

અને હા, ડૉ. મહેશ રાવલ સાથે એક સાંજ નો લ્હાવો લેવો છે? its just a click away.. :)

 

12 thoughts on “કોઇ અડધી લખેલી ગઝલમાં હતું – ડો.મહેશ રાવલ

 1. Sudhir Patel

  બહુ જ સરસ ગઝલ. બધાં જ શેર અદભૂત!
  અભિનંદન, મહેશભાઈને!
  સુધીર પટેલ.

  Reply
 2. વિવેક ટેલર

  ગઝલ સરસ છે કે કવિનો અવાજ એ નક્કી કરવું દોહ્યલું બની રહે ત્યારે આંખ બંધ કરી કાન ખુલ્લા કરી દેવા…

  અદભુત…!!

  Reply
 3. sunil shah

  ગઝલકારની સાંજના સાક્ષી બનવાનું નસીબ મને સાંપડેલું. સરસ મઝાનો કાર્યક્મ હતો.

  Reply
 4. Pravin Shah

  છેક છેલ્લે સુધી અવતરણ ચિહ્નમાં
  ને હવે, આંસુઓની શકલમાં હતું !

  આ શેર ખૂબ ગમ્યો.

  Reply
 5. Manubhai Raval

  શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ?
  જે હતું તે બધું, દરઅસલમાં હતું !
  બહુજ સરસ.

  Reply
 6. dipti

  બહુ જ સરસ ગઝલ. બધાં જ શેર અદભૂત! ખાસ આ શેર વધારે ગમ્યા…

  શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ?
  જે હતું તે બધું, દરઅસલમાં હતું !

  છેક છેલ્લે સુધી અવતરણ ચિહ્નમાં
  ને હવે, આંસુઓની શકલમાં હતું !…

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *