આજની આ ગઝલની પૂરેપુરી credit ડૉ. જગદીપ નાણાવટીને.. શબ્દો, સ્વર, સંગીત… બધું જ એમનું. (સંગીત માટે એમણે કિશોરકુમારનું ઘણું જ જાણીતુ ગીત - આ ચલ કે તુઝે.. નો ટ્રેક વાપર્યો છે.)
ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું
મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું
ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું
સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું
શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું
મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું



August 11th, 2008 at 12:32 pm
સુંદર ગઝલ. એવી જ સુંદર ગાયકી. જગદીપભાઈને સામે બેસીને સાંભળવાની પણ એટલી જ મજા છે. એમનું એક ખૂબ ગમતું ગીત ‘કોણ કહે હું કડકો, વાલમ’ અહીં માણી શકો છો:
http://layastaro.com/?p=907
August 11th, 2008 at 3:47 pm
કળાનો ત્રિવેણી સંગમ….
વળી ખૂબ જ સાહજિકતાથી ઉભરી આવી…..
“જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું”
August 11th, 2008 at 6:54 pm
ખુબજ સુન્દર શબ્દો અને ગયકિ . ગમ્યુ.
August 11th, 2008 at 9:22 pm
શબ્દોનું સુંદર ભરતકામ. મનને સ્પર્શી જાય એવાં મનમોહક સ્વર અને સંગીત.
August 12th, 2008 at 12:04 am
સુંદર ગઝલ.
August 12th, 2008 at 7:28 am
ખૂબ સુંદર ગઝલ
શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું
મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું
મઝાની પંક્તીઓ
અને મધુરી ગાયકી
August 22nd, 2008 at 8:00 pm
[...] From, http://tahuko.com/?p=1482 [...]
November 26th, 2008 at 1:18 pm
બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું
મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું
વાહ! સરસ!!
May 4th, 2009 at 9:56 am
ખુબ સરસ!
ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું
વાહ
May 11th, 2009 at 3:23 pm
આજે ફરી આ રચના સાંભળી. ફરીથી નવા જ વિભાવ સાથે ઊઘડી.
August 30th, 2009 at 2:30 pm
આજે આ બન્ને રચના માનિ.
રાજકોત મનિયાર હોલ મા બાબુલમોરા…..ગાઈ મને રદાવ્યો હતો તે યાદ આવિ ગયુ.
November 9th, 2009 at 10:12 am
Dr. jagdip Jetpur j chhone, Mannadena gito mame gayela bahu yad aavechhe.
March 15th, 2010 at 3:50 pm
khub sareshe 6. hu pan mari bachpan ni pal ne shothu 6Usuraj ajvalane bhane… a pakti bahuj.. game …
March 15th, 2010 at 3:56 pm
bhai aa rrudiya ni jaga par udar sabd lagaviye to navo bhav nikle 6.. ayogy lage to maf karjo
March 24th, 2010 at 12:16 pm
ડૉ.નાણાવતટી સાહેબ, હિન્ન્દિ મહાઆગર પારથેી ગવાયેલેી આ ગઝલ આત્લન્તિક સાગર્ પાર્ થૈ પેસિફિક મહાસાગર્ ને કાન્થે સામ્ભલવાનિ એતલિજ મજા આવિ
ડ્રો. બાનુગારિઆ જેી.બેી.
સાન દ્દિએગો કેલિફોર્નિઆ ,અમેરિકા
March 24th, 2010 at 12:36 pm
ડૉ.નાણાવટી સાહૅબ, હિન્દિ મહસાગર પારથી ગવાયએલી આ ગઝલ ,આટલાન્ટીક સાગર પાર થઈ પેસિફીક મહાસાગર ના કાન્ઠે સામ્ભળવાની એટલીજ મજા આવી .
ડો.જી.બી.બાણુગારીયા.
સાન ડીઍગો,કેલિફોર્નીયા, અમેરિકા.
August 23rd, 2010 at 9:44 am
ખુબ ગમ્યુ. મારા ગમતા ગીતોની સાથે ઉમેર્યુ. આભાર આપનો.