કારજીપૂર્વક સાંભરજો નહીં તો… (ળ ને બદલે ર) – ડો. શ્યામલ મુન્શી

શ્યામલ મુન્શીને આપણે એક ઉત્તમ સંગીતકાર – ગાયક તરીકે કદાચ વધારે ઓળખીએ છીએ. પણ આ ગીત વાંચીને ખ્યાલ આવશે કે શ્યામલભાઇ એટલા જ મઝાના કવિ પણ છે. અને હા, તમે જો શ્યામલભાઇને એકાદ-વાર પણ મળ્યા હોવ, તો શ્યામલભાઇ આટલી ખડખડાટ હસાવતી કવિતા લખે એ વાતની જરા પણ નવાઇ ના લાગે.. (શ્યામલભાઇ અને રઇશભાઇની હઝલોનું એક આલ્બમ આવવાનું છે, જેની હું ખૂબ આતુરતાથી રાહ જોઇ રહી છું..)

‘ળ ને બદલે ર’ બોલતા ભાઇનું આ ગીત ખરેખર કારજીપૂર્વક સાંભરવું પડે એમ છે.. નહીં તો ગોટારા થવાના પૂલેપૂલા chance છે.. ( મારો ભત્રીજો ઘણીવાર ‘ર ને બદલે લ’ બોલે છે..!! 🙂 )

અને હા, શ્યામલભાઇના અવાજમાં આ ગીતનું રેકોર્ડિંગ ઘણા વખતથી શોધું છું. તમે મદદ કરશો?

* * * * * * *

હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા

વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી
વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી
તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો…….

કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં
અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં !
રોક્કર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં,
કારજી પૂર્વક સાંભરજો નહી તો…

મેરામાં થી એક કબૂતર લીધું છે મેં કાંસાનું
ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું
શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…

મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી
ફૂલ ફૂટે એમામ્થી પીરા ભૂરા ને વાદરી
એને બનાવી મારા, આપી તમને બનાવી મારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…

– ડો. શ્યામલ મુન્શી

—————-

(આભાર : અક્ષરનાદ.કોમ)

17 replies on “કારજીપૂર્વક સાંભરજો નહીં તો… (ળ ને બદલે ર) – ડો. શ્યામલ મુન્શી”

 1. વાઁચ્વાનેી અને સાથે સાથે હસવાનેી ખુબ મઝા આવેી. બેીજેી એક વાત યાદ આવેી તે લખુ છુ. મુસાફરેી મા ચોરાય ( ચોળાય્ ) નહેી તેવાઁ કપડાઁ પહેરો..!!!!

 2. Govind Maru says:

  ખુબ જ સુંદર રચના….

 3. Kamal says:

  શ્યામલભાઇએ ખુબ જ સરસ રમૂજ રજૂ કરી છે. મજા આવી ગઈ.

 4. M.D.Gandhi, U.S.A. says:

  મસ્ત મજા આવી ગઈ.ષ્યામળ મુંશિ મરવા જેવા મુંજિ માનસ ળાગે ચે! આવો આવો આદિઅવલિ કવિટાઓ આળટા રહેષો!

  (શ્યામલ મુન્શી મળવા જેવા રમૂજી માણસ લાગે છે. આવી આવી આડીઅવળી કવિતાઓ આપતા રહેશો.)

 5. ખુબ હસ્યો.
  પેલા મુરજિભાઈ કારભાઈને કહેજો કે તમારી વાત બહુ કારજિથી સાભરી છે અને મને બહુ કરાકારીવારિ લાગી છે. વરી જો પેલા ધોરા,ભોરા શાન્તિના દુત બહુ ચરકે તો કારા ચસમા પેરજો નઈ તો ડોરા નબરા પડી જશે.હવે તે ફરી ક્યારે મરસે તે જનાવસો.
  સરસ રમૂજી કાવ્ય.

 6. kaumil says:

  શ્યામલભાઇ ખુબ જ સરસ મજા આવી ગઈ…

 7. Ajay Mistry says:

  Hi Jayshreeben, this song really sounds very nice and funny & reminding me some old folk songs that I used to hear from ‘Akashvani Amdavad Vadodara’ and they are called ‘Daxin gujarat na lokgeeto'(south gujarati folk song where I am from).Would love to hear those songs again.Really in our Surati languege.

 8. આ ગીત શ્યામલભાઈના પોતાના મોઢે સાંભળવાની જ ખરી મજા છે… એમાં જે બોલચાલનો કાકુ ઉપસે છે એ વાંચતી વખતે કદી નહીં અનુભવાય…

 9. Bhavna Sampat says:

  અતિ સુંદર કાવ્ય.વાંચવાની એટલી મજા આવી કે હવે ક્યારે સાંભળવા મળશે તેની રાહ જોઇએ છીએ.શ્યામલભાઈ નું નવુ આલ્બમ ક્યારે આવવાનુ છે તે જરુર જણાવશો.આલ્બમ નુ નામ પણ આપજો.

 10. Maheshchandra Naik says:

  સરસ બાળગીત અને ઘણા ગીતો શ્રી શ્યામલભાઈના સામ્ભળ્યા છે પણ આ ગીત અનોખુ લાગે છે………………આભાર

 11. kamlesh thakkar says:

  વાહ્ વાહ્ મજા આવી ગઈ

 12. kbsoni says:

  વાહ્ વાહ્ મજા આવી ગઈ

 13. maulik says:

  ખુબ જ મજા પડી ગઇ

 14. dipti says:

  મુરજીભાઈને મરવાની અને હસવાની મજા આવી. મેરામા થી લીધેલુ કબુતર તો બહુ ચરક્યુ ને કાય??

  સુંદર રમુજી કાવ્ય.

 15. Abhihek soni says:

  ઘણુ સુન્દર, સરસ, રમુજી, અદભુત ……….

 16. Prashant Adhvaryu says:

  અમે ગયાતા ધોરા ધોરાથિ લિધા કેરા કેરામા નાખિયો ગોર તોય કેરા મોરાને મોરા

 17. manubhai1981 says:

  ભાઇશ્રી….રઇસભાઇનુઁ હુરટી ગાનુઁ કેટૉ નૈ..
  વાઁચ્વા-હાઁભરવા જેવુઁ દેહુઁ.ઉપર લખેલુઁ પન
  હોજ્જુ હારુ દેહુ.ટનાટન આભાર !હા હા હા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *