કાળજ કોર્યું તે કોને કહીએ – દયારામ

સ્વરકાર – નીનુ મઝુમદાર
સ્વર – કૌમુદી મુન્શી
પ્રસ્તુતકર્તા – તુષાર શુક્લ (રેડિયો રેકોર્ડિંગ)

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે?

વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ!
ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ, ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ!

સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે! કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ!
કળ ન પડે કાંઈ પેર ન સૂઝે! રાત દિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!

કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે! અલબેલો આવી બેઠો હૈયે રે! ઓધવ!
દયાના પ્રીતમજી ને એટલું કહેજો: ક્યાં સુધી આવાં દુખ સહીએ રે! ઓધવ!

– દયારામ

2 replies on “કાળજ કોર્યું તે કોને કહીએ – દયારામ”

 1. Suresh Shah says:

  સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે! કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ!
  કળ ન પડે કાંઈ પેર ન સૂઝે! રાત દિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!
  મનની વેદના કોને કહીએ?
  અને જ્યારે શામળા સાથે પ્રીત બાંધીએ ત્યારે કોની પાસે ફરિયાદ કરવી?
  ઘેલા થઈને રહેવામાં જ ડહાપણ છે!

  – સુરેશ શાહ, સિંગાપોર

 2. આવા અણમોલ અને અસ્મરણીય્ ગીતો પહેલા પણ રેડીઓ સિવાય સંભાળવા મળતા નહોતા, અને હવે તો ક્યાય જડતા નથી. ટહુકો ડોટ કોમ ની ગુજરાતી સાહિત્યને, સંગીતને, કલાકારોને, જનતાને અને ભાષાને કરવામાં આવતી આ અમૂલ્ય સેવા છે. ખુબ ખુબ ધન્યવાદ, અભાર અને અનુમોદના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *