મન મુકીને વરસી રહેલા વરસાદનું બાળગીત …….
વાદળની રેલગાડી આવે રે લોલ
પવનભાઈ પોત્તે ચલાવે રે લોલ
ગરજીને વ્હીસલ વગાડે રે લોલ
ટહુકાઓ સિગ્નલ દેખાડે રે લોલ
ડબ્બામાં છલકાતા છાંટા રે લોલ
મેઘધનુષ એના છે પાટા રે લોલ
સ્ટેશન આવે તો જરા થોભે રે લોલ
ભીંજાતા ગામ કેવા શોભે રે લોલ
ખળ ખળ ખળ ઝરણાઓ દોડે રે લોલ
ઊંચા બે પર્વતને જોડે રે લોલ
ખેતર ક્યે ખેડુતજી આવો રે લોલ
મનગમતા સપનાઓ વાવો રે લોલ
કૂંપળબાઈ દરવાજા ખોલે રે લોલ
લીલ્લુંછમ લીલ્લુંછમ બોલે રે લોલ
– કૃષ્ણ દવે
ખુબ સરસ, બાળકો ને મજા પડે એવુ ગેીત .
Mumbai ICSE na 7 ma dhoran ni Gujarati pathypustak maa aa kavita chhe
me mara son ne bhanavi ane aa kaviya ni copy Krushn Dave saheb paase correct pan karaavi
વરસ્સાદ ના ગેીતો નો મરઓ નથિ લગ્તો , મજા આવે …………………….આન્દ નિ લહેરો મલે …………..આબ્બ્ભર ………ને ધન્યવાદ
વાહ………બાલકૃષ્ણ દવે….!!
સરસ બાળગીત પૌત્ર-પૌત્રીઓને સંભળાવ્યુ તો આનદ આનદ થઈ ગયો…………………..
ક્રુષ્ણ જી, ખૂબ જ સુન્દર અને મીઠ્ઠુ ગીત. વાહ ભાઈ વાહ !
Jayshriben Koi pase Gavadavi Ne Mukyu Hot to khub Maja Avat !! ??
Krushnabhai Nu Geet Etale Nagadi Rupio.Reserve Bank No Bodo nahi,Aato Rupano Khan Khan To !!!
Dhanyavad !!!
સુંદર રસીલું ગીત. બાલગીત પઠ્યપુસ્તકમા સ્થાન પામે તો રુડું લાગે. બાળકો હોંશે હોંશે ગાય. વળી નાનકડી ન્રુત્યનાટિકા પણ રચી શકાય.
આભિનન્દન ક્રુષ્ણભાઈને. આભાર.