અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

સ્વર : શુભા જોષી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ : હસ્તાક્ષર-માધવ રામાનૂજ

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….

– માધવ રામાનુજ

4 replies on “અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ”

 1. M.D.Gandhi, U.S.A. says:

  સુંદર કાવ્ય છે……..

  • Sharad Shah says:

   Bhagwan or Guru ni Nishra ma j aavi anubhuti thai shake.
   Anandghanji na arihant bhagwan ni stavana ni kaksha ma aavi shake avi kruti chhe.

 2. Upendraroy says:

  “andar To Evuoon ….Ajavaluoon Ajavaluoon”……Dhanyavaad kaviNe,sushri Jayshreeben Ne,Sushri Shubhaben Joshi Ne Ane Composer and Musicians Ne !!

 3. વિહાર મજમુદાર says:

  અજવાળાની અનુભૂતિને શબ્દોમા સહજ રીતે રજુ કરતી આ રચના માટે કવિ શ્રી માધવ રામાનુજ, સ્વરકારો સૌમિલ શ્યામલ અને શુભા જોષીને અનેકાનેક અભિનન્દન. મારી ખૂબ જ ગમતી રચના પોસ્ટ કરવા બદલ જયશ્રીનો આભાર.
  વિહાર મજમુદાર, વડોદરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *