તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં – રમેશ પારેખ

જુલાઇ ૨૬, ૨૦૦૮ ના દિવસે ફક્ત શબ્દો સાથે રજૂ કરેલી આ રમેશ પારેખની મઝાની ગઝલ, આજે રવિન નાયકના એટલાજ મઝાના સ્વર – સંગિત સાથે ફરી એકવાર… શબ્દો અને સાથે સ્વરાંકન એવું મઝાનું છે કે વારંવાર આ ગઝલ સાંભળવી ચોક્કસ ગમશે.

સ્વર – સંગીત : રવિન નાયક

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં

છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.

31 replies on “તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં – રમેશ પારેખ”

 1. Vijay Bhatt (Los Angeles) says:

  પહેલો શેર્ર કેટલો સબળ્ર છે!! આખી ગઝલનો ભાર ખેચે છે.
  રમેશ ખરે જ મૃત્યુ નામના રાજાધિરાજનો પેશેનજર બની ગયો…..

  કાશ રમેશ વધુ જીવ્યા હોત્….!! We and Gujarati language miss him a lot!!

 2. pragnaju says:

  ર.પાની સરસ ગઝલ
  જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
  પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.
  કદાચ અણસાર…?
  તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
  કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
  સુંદર્
  સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેંથી,
  તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.

 3. કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
  સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

  જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
  પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.

  -ર.પા.નો સિક્કો મારેલા શેર… મદમસ્ત કરી દે એવી મજાની ગઝલ.

 4. Pinki says:

  ર.પા. ની સુંદર ગઝલ…..

  દરેક શેર સુંદર……

 5. Kamlesh says:

  ફરી એકવાર્ અદભુત સ્વર, ખુબ મઝા આવી..

 6. Devdatt B.DAVE says:

  Late Ramesh Parekh,was one of the prolific contributor,even god could not tolerate pious soul on this earth.God is also selfish and jealous and thats the reason he selected him as ratna for his galaxy,and took him away from us.Peshe nazar he appeared before god.
  devdatt b.dave

 7. NeeTu says:

  સરસ રચના ……………
  સરસ સંગીત …………..
  અદભુત અવાજ…………
  સવાર સુધરી ગઈ.

 8. Chintan says:

  વાહ…… સુંદર શબ્દો… સુંદર સ્વર….

 9. ર.પા એટલે અનન્ય……

  “માનવ”
  http://vinelamoti.com

 10. Just 4 You says:

  These r too nice….

  તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
  કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

  આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
  રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં

  છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
  મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?

  Its really tough to forget some1…

 11. sunil revar says:

  તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
  કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં !
  રમેશ પારેખની અદભુત રચના.
  રવિનભાઈ નુ સુંદર્ સ્વરાંકન !

 12. Ullas Oza says:

  સુંદર રચનાનુ ઍટલુજ સુંદર સ્વરાંકન.

 13. લાગણીનો આવો ધોધમાર અભિષેક તો રમેશ પારેખનો જ હોય.

 14. Mehmood says:

  તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
  કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
  आरज़ू थी एक दिन तुझसे मिलूं
  मिल गया तो सोचता हूँ क्या कहूँ

  रास्ता कोई कहीं मिलता नहीं
  जिस्म में जन्मों से अपने क़ैद हूँ

  थी घुटन पहले भी पर ऐसी न थी
  जी में आता है कि खिड़की खोल दूँ

  ख़ुदकुशी के सैकड़ों अंदाज़ हैं
  आरज़ू का ही न दमन थाम लूँ

  साअतें सनअतगरी करने लगीं
  हर तरफ़ है याद का गहरा फ़ुसूँ

 15. tushaar shukla says:

  i consider myself fortunate enough to meet him.a great poet and a wonderful human being…very simple .no showmanship.either he was knowing who he is..or he was not aware of his potential.i think he knew himself and for what he has come.i remembered him at Asmita Parv.we talked about kavy sangeet..he was a poet with a liking for music. he composed few of his songs..he had THAT understanding ..that has made it easy for our composers to tune his poems. Salaam..Rameshbhai.

 16. mayadeepak says:

  I readily agree with Tusharbhai. Mr. Ramesh Parekh is really a great poet&very simple.Thankyou very much Jayshreeben.You are doing a great job for gujarati poetry.

  િ

 17. dipti says:

  તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
  કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

  પ્રભુએ માણસને સ્મરણ શક્તિ આપીને કમાલ કરી છે,કોઈને ભુલવુ એમ આસાન નથી….

 18. PRADIP SHETH BHAVNAGAR says:

  આ ખાલી ઘરમાં…..ચોટદાર રચના

 19. vipul acharya says:

  રવિન્ ના સુન્દર અવાજ્મા ર્.પા.નિ સરસ ગઝલ્.જ્યશ્રેી બેન અભિનન્દન્.

 20. alka says:

  અદૃભુત

  તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
  કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

  વાંચીને લાગે છે કે તમારુ દિલ કોઇ બીજુ વાંચી જાય છે. સાચે કોઇને એમ આસાની થી કયા ભૂલી શકાય છે.

 21. zankruti says:

  આપઘાત આપણે શુ કામ કરવાનો????????????

 22. zankruti says:

  હા આપઘાત આપણે શા માટે કરવાનો ? એક સમય એવો હોય છે કે જયારે આપણે આ બીજાને કહેતા હોઇએ છીએ …. પણ સમય એ એવુ પરિબળ છે જે કયારે કોને કયા અને કેવા સઁજોગોમા મુકી છે કે આપણને ખુદને પણ અચબામા મૂકી દે છે. આપઘાત અતિ સઁવેદનશીલ માનવીઓ કરે છે એ પણ હકીકત છે દોસ્‍ત.

 23. dilip mehta says:

  રવિનભાઈ એ કમાલ કરિ !

 24. alka oza says:

  હા આપઘાત આપણે શા માટે કરવાનો ? એક સમય એવો હોય છે કે જયારે આપણે આ બીજાને કહેતા હોઇએ છીએ …. પણ સમય એ એવુ પરિબળ છે જે કયારે કોને કયાં અને કેવા સઁજોગોમા મુકી છે કે આપણને ખુદને પણ અચંબામા મૂકી દે છે. આપઘાત અતિ સઁવેદનશીલ માનવીઓ કરે છે એ પણ હકીકત છે દોસ્‍ત.

 25. falguni says:

  મારી આ પ્રિય કવિ ની પ્રિય રચના છે. રવિનભાઈ નુ સ્વર સન્ગીત પ્રથમ વાર સામ્ભળ્યુ અને પહેલી વાર મા જ મન ને લોભાવી ગયુ. આભાર

 26. PRAKASH MALVIYA says:

  એક પલ કે ઝ્પક્ને તક, હર ખેલ સુહાના હે,

 27. […] તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં, ક… […]

 28. Paresh Bhanusali says:

  Just Mind Blowing!

 29. mitesh trivedi says:

  hi jayshree,

  i am wondering if you can put some garaba from ravin nayak….because if i know ravin used to sing garba in my home city and society….i.e. vimal society….i think ravin knows it….but what i want to share is famous garbo called “tara vina shyam” was sung by him first time…..and after few years it became hit by atul purohit…(yet another my favourite singer)…but ravin was really excellent in “shyam” garbas…..he is one of the responsible artist in baroda to make classical garba’s hit….any way if you can put some garbas from ravi nayak…..that will be highly apppreciated…sweet…all the best….

 30. nirlep - qatar says:

  કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
  સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં
  છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
  મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?….કેવી સરસ વાત… રવિનજીની મનભાવન ગાયકી..

 31. TANSUKH MEHTA CHENNAI says:

  મ ધુર અ વાજ્ સુન્દ્ર્ર ર ગ્ઝ્લ્.
  હ્જુ વર્સ નથિ થ્યુ પન પ્ત્નિ ને કેમ ભુલાય્.

  ત ન્સુખ મેહ્તા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *