લયસ્તરો પર કાજલબેનની એક કવિતા, અને સાથે વિવેકની વાત વાંચી ત્યારની તાલાવેલી હતી કે એ ‘શેષ-યાત્રા’ મારા હાથમાં ક્યારે આવે? આખરે એ મળી, અને બે દિવસ પહેલા ઓફિસમાં અડધા કલાકના lunch break માં વાંચવા હાથમાં લીધી તો વાંચતા વાંચતા દોઢ કલાક ક્યાં થઇ ગયો એ ખબર ના પડી.. પાછુ કામ શરૂ કરવું પણ એટલું જ અઘરું લાગ્યું..! પણ જ્યાં વાંચવાનું અટક્યું છે – ત્યાંથી ફરી શરૂ કરવાની જાણે બીક લાગે છે.. કાજલબેનના શબ્દો સાથેનો મારો પહેલો પરિચય ‘યોગ-વિયોગ’ દ્વારા.. પણ પછી કૃષ્ણાયન, તારા વિનાના શહેરમાં.. એક સાંજને સરનામે… એમના શબ્દોએ હંમેશા મને જકડી રાખી છે. પણ વિવેકે લયસ્તરો પર કહ્યું હતું એમ – ‘શેષ યાત્રા’ પાને પાને દઝાડે છે. કવિ લખે છે…
મારા જીવતાં જ મારું શ્રાધ્ધ કર્યું તે
ને છતાં
અતૃપ્તિ ખુલાસા માગતી ભટકે
જર્જરિત સંબંધોના ખંડિયેરોમાં.. આજ લગી.
આ ‘શેષ-યાત્રા’ માં કંઈક એવું છે જે દરેક શબ્દ લાગણીઓને જડમૂળથી હચમચાવી દે એવો હોવા છતાં તમને એમાંથી છૂટવા ન દે…
માણીએ કાજલ ઓઝા-વૈદ્યની શેષયાત્રાની એક કવિતા.. એક CPA (Certified Public Accountant) હોવાને નાતે પણ કદાચ કવિતામાં આવતા જમા-ઉધાર અને માંડી વાળવાની વાત ને લીધે આ કવિતા મને થોડી વધારે પોતીકી લાગે 🙂 !
એમણે કોઇ કવિતાને શિર્ષક નથી આપ્યું, એટલે વિવેકની જેમ મેં પણ એ જગ્યા ખાલી જ રાખી છે..!
*****
આથમતી સાંજે
એક
જૂની ખાતાવહી લાગી હાથ.
એકલતાનો હિસાબ
કાઢતાં મળ્યાં ફેરા સાત.
સંબંધો બધા જ ઉધાર,
જમા માત્ર ઉઝરડા !
આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ
ને,
વાયદા બધા માંડી વાળેલા,
સપનાં વિશે વિગત નથી ખાસ.
આટલું જોયું માંડ,
ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ.
ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા,
કહે છે, અમે તો કાયમના માગણ.
વિતેલાં વષો પણ ડોકાવા લાગ્યાં,
ને
ભીંજાયા ચોપડાના કાગળ.
અંધારૂં હળવેથી ઓરડામાં ઊતર્યું
ને સાચવી રહીને બધું લૂછ્યું –
આખીય રાત પછી આંખો મીંચાય કંઈ ?
પડખાં બદલતાં મેં પૂંછ્યું –
…કોણે લખેલી આ કોરી કિતાબ છે ?
…કેટલા જન્મોનો આ બાકી હિસાબ છે ?
Very nice and Very true
કાજલબહેનાને વાઁચ્યાઁ અને સાઁભળ્યાઁ.કૃષ્ણાયન..દ્રૌપદી..
દ્રૌપદી વધુ અસરકારક લાગી.મોરારિબાપુના સાન્નિધ્યમાઁ
અનોખુઁ પ્રવચન માણ્યુઁ.શોધીને સાઁભળ્યાઁ.રૂબરૂ તો” સિલ્વર
જ્યુબિલી”માઁ દર્શન થયાઁ.ઘણુઁ જીવો ને ઘણુઁ લખતાઁ રહો !
શુભેચ્છાઓ….અભિનઁદનો…..,..શુભાશિષો……
સરસ રચના સબધો બધાજ ઉધાર જમા માત્ર ઉઝરડા મજા આવિ
બહુ સુંદર રચના છે.
અસ્મિતા પર્વ-૧૫નો ઉલ્લેખ …વધુમાં પછી ઉમેરશો..
‘આવે’ ને બદલે ‘આવું’વાંચશોજી!માં ઉપર અગાઉની કમેન્ટ્સ માં આવ્યું નથી તેવધુમાં, પછી ઉમેરી લેશોજી.
લા’કાન્ત / ૬-૪-૧૨
કાજલબેન,
જય હો!
તમારું.. કૃષ્ણાયન ..વિશેનું …લખાણ..અક્ષરનાદ પર વાંચેલું…ખાસ કરીને.”મુક્તિ”
ના મુદ્દે… વાત અનૂઠી…કદાચ પહેલાં આવે એક્ષટેન્ડેડ થીન્કીન્ગ પહેલાં નઝરે નથી જ પડ્યું..મારા વાંચન દરમ્યાન!
વધુમાં, માં તમારું વક્તવ્ય ઘણું જ અસરકારક અને પ્રભાવી રહ્યું!
કન્વીક્શન સાથેનું..ખૂબજ ખુદ્દાર અને ખુમારીભર્યું…૪-૪-૧૨ના….
તમને તમારી બળુકી કલમ અને સ્પષ્ટ શૈલી બદ્દલ ખૂબ..ખૂબ અભિનન્દન!
આભાર! સાચુકલું કંઈક કહેવાની… મન,હૃદય આત્માપૂર્વક કહેવા બદ્દલ…
VERY VERY TOUCHY
કાજલ બેન ના લખાણ ને વિશે કઈ પણ કહેવા માટે શબ્દો શોધવા એ રેતિ મા વહાણ ચલાવવા સમાન છે. એમના દરેક શબ્દો મા દર્દ છે, પણ એટલો જ ભાર પણ છે. પહેલિ વાર એમની સાથે, એટલે કે એમના શબ્દો સાથે નો સાક્ષાત્કાર એમની પૂસ્તક “તારા વિના ના શહેર મા” ની સાથે થયો હતો. બસ ત્યાર થી જ એમની વાર્તાઓ નું, એમના લખાણો નું જાણે વ્યશન થય ગયું છે. બીજા બધા લેખકો હવે ભુલાઇ ગયા છે મારા થી. “કાજલ ઓઝા વૈદ્ય” – ગુજરાતી સાહિત્ય નું એક અજોડ સ્થંભ.
vah! very nice poetry it touched my heart.and a drop of tear wet my eyes. lovely .
AWESOME bcos at times v dont get words 2 xpress feelings n situation bt here kajal u r each n every word covers entire lifes pain thanx
એકલતાનો હિસાબ કર્યા વગર પણ એકલતાને ઓઢીને જીવતા કેટલાય એકલાઓની વાત કહી દીધી કાજલબેને.સાહિત્ય જગતમાઁ પોતાનો ચાહકવર્ગ અને આગવી ઓળખ ઊભી કરી છે. શબ્દોની ભાવકતા, લાગણીઓની પારદર્શકતા હૈયા સોઁસરવ ઉતરી જાય છે.સ્ત્રી હોવાનિ ખુમારી અને ઋજુતા એક સાથે મુખરિત થાય છે.સાચે જ લેખિકા તરીકે કાજલબેન મને ખૂબ ગમે છે,મૌનરાગ ક્રિશ્નાયન્ મારી પ્રિય ક્રુતિઓ છે.આ કવિત અતિ સુઁદર છે.અઁતરની એકલતાની હિસાબ માઁડવા શબ્દો જડે એ સૌભાગ્ય. જયશ્રીબેનને આ સાહિત્ય સઁગત કરાવવા બદલ ધન્યવાદ્.
સંબંધો બધા જ ઉધાર,
જમા માત્ર ઉઝરડા !
આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ
ને,
વાયદા બધા માંડી વાળેલા,
સપનાં વિશે વિગત નથી ખાસ.
આટલું જોયું માંડ,
ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ.
હ્યદયસ્પર્શી વાત
આઘ્યાત્મિક યાત્રા તમને દુનિયાના સર્વશ્રેષ્ઠ સત્ય ઇશ્વરની નજીક પણ લઇ જઇ શકે છે, કેમ કે તમે આ સમયે ખરેખર જ શુદ્ધ અને સ્પષ્ટ બનીને વિચારવા લાગો છો. આ શુદ્ધિથી અઘ્યાત્મનાં ગૂઢ રહસ્યોનાં પડ એક પછી એક એવા ઊકલતા જાય છે કે આ ચક્રમાં છેવટે તમે છળમુકત-ભ્રમમુકત બની જાવ છો. તમે સર્વશકિતમાનની એટલા નિકટ પહોંચી જાવ છો કે તમારી અને એમની વરચેની સીમારેખા સાવ ધૂંધળી થઇ જાય છે.માત્ર તમે જ નહીં, એના માઘ્યમ થકી તમારા વિચારોથી પરિચિત થનાર વ્યકિત પણ તમારા એ વિચાર-વિશેષથી પરિચિત થશે. જોકે, પરિચય અને સમૃદ્ધિની આ શબ્દધારા ત્યારે જ સુયોગ્ય સાબિત થશે, જયારે એનો પ્રવાહ હકારાત્મક અને સરચાઇયુકત હોય.
સચોટ અને ખુબજ સુન્દર રચના. ઈચ્છૂં છું કે મને આ કવિતા ઓ વંચવાનો વધુ સમય મળતો હોય.-
જયશ્રીબેન,
કાજલ ઓઝા – વૈદ્ય By Jayshree, on April 6th, 2010 in અછાંદસ , કાજલ ઓઝા. સરસ ઘરસંસારનો હિસાબ ગીતમાં વણી લીધો છે. શબ્દોમાં ખુબ જ કરૂણા ટપકે છે. જિંદગી વિશેનું એક બીજું ગીત પણ યાદ આવે છે.
“આ જિંદગી ના ચોપડાંનો સરવાળો માંડજજો, કેટલું કમાયા ને કેટલું છે ખોયું?” આપની પાસે હોય તો મુકશો.
ચન્દ્રકાંત લોઢવિયા.
કાઝલબેન ની રચનાઓ ઘણી ગમે છે.
વાસ્તવીક્તા થી ભરેલી હોય છે.
આવીજ એક રચના અહિં મુકુ છુ.
જીંદગી નો ગણીત..
વીતી ગયેલા આયખાણો કરવા હીસાબ બેઠી,
થોડાક સરવાળા
વધુ ભાગાકાર
અને સહુથી વધુ બાદબાકીઓ હતી,
બધા હીસાબ કરતા કરતા,સાન્ધ્યવેળા થઈ ગઈ,
સરવૈયુ કાઢ્યુ તો ઝીંદગી ખોટ માં ગઈ હતી.
ક્યામ્ક ઘાવ દેવાયા હતા,
થોડિક મલમપટ્ટીઓ થઈ હતી,
અણીદાર પથ્થ્રરો ખુન્ચ્યા હતા,
લોહી નીંગળતા અવયવો ને
પાટાપીન્ડીઓ કરાયા હતા.
રુઝાયા પછી ફરી પાછા ઘાવ આવી પડ્યા હતા,
મનને માર્યુ હતુ,
ઇચ્છાઓ ને લગામ દીધી હતિ,
છતા છેલ્લે મારુ કાંઈજ ન હતુ,
શું આજ ઝીંદગી નુ ગણીત હતુ?
શું આજ ઝીંદગી નુ ગણીત હતુ?
ખુબ જ ગમ્યુ
કાજ્લ સરસ વિચારો છો
પિનાકિન રમણલાલ નટવરલાલ મહારાજા
full of feelings.Thanks
કાજ્લ ક્યા બાત્..
2009ની મારી ભારતની મુલાકાત દરમ્યાન પોરબંદર પૂ.શ્રી નાનજી કાળીદાસના પુત્રવધુ સાથે કાજલ ઓઝાને પણ મળવાનુ થયેલ.એની નિખાલસતા અને સચ્ચાઈ સ્પર્શી ગયેલ. મારા બ્લોગ પર મેં આ ટ્રીપ દરમ્યાન સ્વાસ્થય જાળવવા માટેના પ્રયત્નઓ અને કેટલાક અનુભવો લખેલ છે. જયશ્રીબેન, આપને કદાચ વાંચવા ગમશે. મારા બ્લોગ પર જરા નજર ફેરવશો તો આનંદ થશે. અહીં મૂકેલી કવિતા બહુ ગમી શેષ-યાત્રા વાંચવી પડશે.અહીં બેઠા મંગાવવાનું સહેલુ નથી જણાતુ. કઈ વેબ સાઈટ પરથી મેળવી શકાય ?
ખુબ સરસ્….શેષ-યાત્ર ક્યા મ્લિ શકે? આટલી સુંદર કવિતા મને ક્યારેય જોવા મળી નથી. આસુ રોકિ ન શકિ…………
સુંદર રચના.
સુન્દર રચના.આત્મિયતા લાગે.
ઍકદમ હૃદયસ્પર્શી કાવ્ય! તીર સીધુ આરપાર નીકળી જાય એવું!કાવ્યની દરેકે દરેક પંક્તિએ દર્દ ટપકે છે. સંબંધોના સમીકરણોની એક આગવી રજૂઆત. કાજલબેનને ખૂબ ખૂબ આભિનંદન.
અંધારૂં હળવેથી ઓરડામાં ઊતર્યું
ને સાચવી રહીને બધું લૂછ્યું –
આખીય રાત પછી આંખો મીંચાય કંઈ ?
પડખાં બદલતાં મેં પૂંછ્યું –
…કોણે લખેલી આ કોરી કિતાબ છે ?
…કેટલા જન્મોનો આ બાકી હિસાબ છે ?
આટલી સુંદર અછાદસ કવિતા મને ક્યારેય જોવા મળી નથી..કાજલ ઓઝા-વૈદ્યને ધન્યવાદ…
ખૂબ જ આસાનીથી સંબંધોની જડ સુધી પહોંચનારી મારી પ્રિય લેખિકા. યોગ-વિયોગનું વસુમાનું પાત્ર માટે તો હું એમના જેટલા વખાણ કરું એટ્લા ઓછા.
સંબંધો બધા જ ઉધાર,
જમા માત્ર ઉઝરડા !
આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ
ને,
અહાહા…આ દર્દનું શું કહેવું?
આ રચના પોસ્ટ કરવા બદલ ધન્યવાદ જયશ્રીબેન
સુંદર રચના…
કાજલબેનની લેખનીમાં દર્દને ,પીડાને રજુકરવાનો એક અલગજ અંદાજ હોય છે.
હ્રદય વલોવી નાખે તેવી રચના આપવા બદલ આભાર…..
આપના બ્લોગને
ગુજરાતી બ્લોગપીડિયા,ગુજરાતી બ્લોગ એગ્રીગેટર
http://gujvani.feedcluster.com/
માં સામેલ કર્યો છે.આપ મુલાકાત લેશો.
લાગણીસભર કાવ્ય
Kajolben..NAMASKAR!
U HV VERT GREAT ABILITY TO PUT A BOMB OF FEELINGS DEEP INTO THE HEART OF HUMANS & BRING OUT THE TEARS FROM EYES WITH HIGH GRATITUDE ..I AM LUCKY TO HERE U IN CASSETTE OF “TARA CHEHRA NI LAGOLAG”..JUST SUPERB..I DO ENVEY [SWEET-WAY]WHO R LUCKY TO LIVE AROUND U!PLS DO SEND MORE & MORE SUCH A NICE FEELINGS AT THIS PLATFORM TOO !
HV BEST OF TIME!JAY HO !
THANX TO JAYSHRIBEN FOR SUCH A NICE SELECTION !
સરસ……! મને પણ ખૂબ ગમતી કવિતા !
સંબંધોનાં સમીકરણો ઉકેલવા તેમને માટે સહજ છે.
હ્યદયસ્પર્શી વાત–રજૂઆત
ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા,
કહે છે, અમે તો કાયમના માગણ.
વિતેલાં વષો પણ ડોકાવા લાગ્યાં,
ને
ભીંજાયા ચોપડાના કાગળ.
…કોણે લખેલી આ કોરી કિતાબ છે ?
…કેટલા જન્મોનો આ બાકી હિસાબ છે ?
ખુબ જ હ્રદયસ્પર્શી કવિતા….!
Waah … Waah… Yeh Baat … Valonu Jo Haiya Ma Valovay to …
Ek Kavita Chhe Ne … Haath Ne Chiro To Ganga Nikle…
Keep it up Kaajal…beautiful poem.
ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા,
કહે છે, અમે તો કાયમના માગણ.
વિતેલાં વષો પણ ડોકાવા લાગ્યાં,
ને
ભીંજાયા ચોપડાના કાગળ…….
વાહ…..અદભુત્…
ખુબ જ હ્રદયસ્પર્શી કવિતા….! વિષાદના જાણે ઘુન્ટ્ડા પીતા હોઇએ…..
યેસ..આ શેષયાત્રા… ઘણાંને પોતીકી લાગે છે..કેમકે સંબંધોથી જીવનમાં કયારેક ને કયારેક તો કોઇકને દાઝવાનું આવતું જ હોય છે. વ્યથા..પીડા હમેશા પોતીકાઓ જ આપી શકે..પારકાનું એ ગજુ નહીં…
કાજલબેનના શબ્દોમાં એક તાકાત છે..