આ વાયરાના તોફાને આવેલા વરસાદે – ભાગ્યેશ જહા

આજે કવિ શ્રી ભાગ્યેશ જહાના મઝાના શબ્દોને માણીએ – રવિનભાઇના એવા જ મઝાના સ્વરાંકન સાથે. કઈંક તો એવું છે સ્વરાંકન શબ્દો અને ગાયકોના સ્વરમાં, કે બસ – વારંવાર વારંવાર સાંભળ્યા જ કરીએ..!! અને આમ ભલે હમણાં જ વસંતપંચમી ગઇ એટલે બધા વાસંતી મૂડમાં હશો – પણ અહીં ‘બે એરિયા’માં અમે હજુ વરસાદની રાહ જોઇએ છીએ..! આ વર્ષે વરસાદે ભીંજવાનું ઓછુ અને હાથતાળી આપવાનું કામ વધારે કર્યું છે – તો આ ગીત સાથે જરા વરસાદને આમંત્રણ પણ આપી દઉં મારે ત્યાં આવવા માટે…

સ્વર – રવિન નાયક અને સાથીઓ
સ્વરકાર – રવિન નાયક

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને....

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને…. Oct 2011 – San Francisco, CA

આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી.

આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને, ને આભે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.

વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.

આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.
– ભાગ્યેશ જહા

Love it? Share it?
error

14 replies on “આ વાયરાના તોફાને આવેલા વરસાદે – ભાગ્યેશ જહા”

 1. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા says:

  આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં પગલાં એ કેડી એક છોડી.
  એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.

  બસ , જીંદગી માં આવી જ કોઈ ક્ષણ કોઈ તક કોઈ અવસર ની એષણા સૌ કોઈ ને હોય તે સ્વાભાવીક છે! બીજાથી કંઈક અલગ અનોખું, અલાયદું,- ધોધમાર પાણીનાં વહેતા પ્રવાહમાં ,પગલાએ કેડી એક છોડી -( કે કંડારી ?) ! એક બિંદુ ઝીલીને આંખ એવી ઉગી કે …….. એણે આભ સાથે વાર્તા જોડી !! સાહસભેર ઉફરા માર્ગે ચાલવામાં , નવો માર્ગ કંડારવામાં ઉત્તેજનાનું તત્વ-સત્વ ભારોભાર હોય,એનું જીવન સાર્થક!

  • Dharmesh Shukla says:

   JAY SHREE KRISHNA,

   Really the i feel like i m Listen very good song wiht ORIGNAL GUJARTI WORD. I like this song n i thanks to tahuko for that.

   My special love to ભાગ્યેશ જહા.

   Dharmesh Shukla
   Ahmedabad

 2. nayana says:

  ખુબ જ સુદર્

 3. Ullas Oza says:

  ખૂબ સુંદર રચના. કર્ણપ્રિય સ્વરાંકન.
  આભાર.
  યોગિની અને ઉલ્લાસ ઓઝા

 4. mahesh rana vadodara says:

  સરસ રચના આનંદ આવ્યો

 5. Ravindra Sankalia. says:

  પહેલા તો ભાગ્યેશ્ભાઇને જન્મદિન મુબારક. હમણા મુમ્બૈમા ચોમાસુ નથી તો પણ વરસાદમા પલળવાનુ મન થાય એવુ કાવ્ય છે.રવિન નાયકનો સ્વર તેમજ એમનુ સ્વરાન્કન બહુજ સુન્દર. વ્રુન્દગાન તરીકે ગાયુ તેથીગીતમા તાજગી આવી.

 6. manubhai1981 says:

  એક બિઁદુ ઝીલીને આઁખ એવી ઊગી કે એણે
  આભ સાથે વારતા જોડી….અહાહાહા…વાહ રે
  વાહ કવિ તમારી કલ્પના સૃષ્ટિને…દાદ આપુઁ
  છુઁ ને અભિનઁદનો પાઠવુ છુઁ…સ્વીકારશો ને ?

 7. sundar karna priya kavya chhe. khubaj gamyu.barimathi dekhata drashyathi dil teno thadkaro chuki gayu ane aanganani maryada vatavi manmayur nachva lagyo.vruksha ,pan dali,kali,ful(flower)pani pani thai eak bijama ota prota thai nami ne potani lagani vyakta karechhe.adbhuta rachana chhe.maja aavi.

 8. dr anil patel talod says:

  bhagyesh sir sukibhat…………………………………………………dhari ni ander mithi virdi saman che. i salute to you sir.

 9. Maheshchandra Naik says:

  આનદ આનદ થઈ ગયો, સરસ શબ્દો, સ્વરાંકન અને કર્ણપ્રિય સંગીત, શ્રી ભાગ્યેશભાઈ જ્હા અમારા પ્રિય ગઝલકાર, સાહીત્યપ્રેમી, ગુજરાત સરકારના આદરણીય સચીવ અને ઉમદા માનવી છે

 10. bharatibhatt says:

  khubaj saras swar taal rachana chhe.em lage ke eak line na vakhana karish to biji line ne khotu lagi jashe ne ,dar lage ke te kai mo fervi le to?eak dam man tarbatar thai gayu.dil chhu lene vali cheej hai.khub maja aavi.

 11. PUSHPAVADAN K KADAKIA says:

  I WOULD PERSONALLY LIKE TO THANK bHAGYESHBHAJ JHA. I ALWAYS ENJOY HIS CREATION. THIS YEAR WHEN I WAS IN INDIA I ATTENDED HIS LECTURE ON MARCH , 2015 AT SHREYES HIGH SCHOOL IN MANJALPUR ON ABHIGYAN SHANKUNTALA AND ENJOYED IT VERY MUCH. AFTER COMING BACK TO USA I TRIED TO GET SOME BOOKS ON THIS SUBJECT FROM HOWARD COUNTY LIBRARY BUT TO MY SURPRISE THERE WAS NO BOOK ON THE SUBJECT. SO I SUGGESTED TO PURCHASE THE BOOK TO LIBRARIAN AND AS A RESULT NOW THE LIBRARY HAS A BOOK IN ENGLISH WHICH I AM ENJOYING NOW. IS IT POSSIBLE TO GET MR. JHA’S E MAIL SO THAT I CAN DIRECTLY COMMUNICATE
  PUSHPAVADAN K KADAKIA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *