મશ્કરીની વાત હશે – શયદા

સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુરને એમના જન્મદિવસ….૨૪મી જૂન….આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી….!!

સ્વત – અતુલ દેસાઈ
સંગીત – પંડિત ઓમકારનાથ ઠાકુર

શરૂ શરૂમાં હું સમજયો
હજુ શરૂઆત હશે,
મશ્કરીની વાત હશે,
મીઠી મજાક હશે.

અજાણ હું હતો
સજા નહિ સમજયો,
દિવસો દુઃખના હશે,
રુદનની રાત હશે,
હજુ શરૂઆત હશે,
મીઠી મજાક હશે,
મશ્કરીની વાત હશે.

કબૂલ કર્યું મેં છે છતાં
દિલ કહે છે મારું,
કે જૂઠી કબૂલાત હશે,
મીઠી મુલાકાત હશે,
મશ્કરીની વાત હશે.

કહે છે સનમ કે
આવુ છું મળવા તને,
કે વિરહની વાત હશે,
વરલની એ રાત હશે,
હજુ શરૂઆત હશે.

કહે છે કે દિલ મારું
મળવા તને આવું કે,
કે મૃત્યુની એ રાત હશે,
શયદાને સનેપાત હશે,
મીઠી મજાક હશે,
મશ્કરીની વાત હશે,
મીઠી મજાક હશે.

– શયદા

4 replies on “મશ્કરીની વાત હશે – શયદા”

 1. Maheshchandra Naik says:

  સરસ ગાયકી, પંડીત ઓમકારનાથ ઠાકુરને સ્મૃતિવંદના…………….

 2. Chandra Talaviya says:

  ખુબ જ સરસ કવિતા…

 3. mahesh rana says:

  સરસ રચના

 4. Shah Madhusudan Chandulal says:

  સુન્દર કર્ન્પ્રિય સન્ગિત ,અને સુન્દર ગિત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *