અમને પાગલને પાગલ કહી વારો નહીં – જગદીશ જોષી

આ ગીત સમજવા માટે તો મને તમારી થોડી મદદ જોઇશે. પણ મારા તરફથી એક ખાત્રી આપું, કે ગીત સાંભળવાની એટલી મજા આવશે કે થોડુ ના સમજાયું હોય તો પણ કશો ફેર જ ન પડે….

દક્ષેશ ધ્રુવના સંગીતમાં સોલી કાપડિયા અને આલાપ દેસાઇએ એવો તો સુંદર આલાપ છેડ્યો છે કે વાહ…. વારંવાર સાંભળ્યા જ કરીયે… આમ પણ ગુજરાતી ગીતોમાં ‘male duets’ અને ‘female duets’ ઓછા જોવા મળે છે… એ રીતે પણ આ ગીત ખાસ કહેવાય..

સંગીતની સાથે સાથે ગાયકોનો એક-બીજા સાથેનો તાલમેલ પણ કેવો સરસ છે… !!

સંગીત : દક્ષેશ ધ્રુવ
સ્વર : આલાપ દેસાઇ, સોલી કાપડિયા

paagal

(સોલી કાપડિયા & આલાપ દેસાઇ)

.

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાઇ નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…

જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

16 replies on “અમને પાગલને પાગલ કહી વારો નહીં – જગદીશ જોષી”

 1. Sujata says:

  ન હિ વા રિ યે……

 2. pragnaju says:

  બહુ જ મઝાનું ગીત
  જે ક્ષણે પાગલ બધું સમજવા લાગે તે ક્ષણેથી તે પાગલ રહેતો નથી !મનોમન પીડાયા કરવું એ પાગલપણું પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ છે. તમે તમારા ગાંડપણને અંકુશિત કરી રાખો છો તો ચાલો આપણે પણ જોડાઈ જઈએ
  અમને પાગલને પાગલ કહી વારો નહીં,
  આમ બીડેલા હોઠે પુકારો નહી.
  પાગલો સિવાય, પાગલોને પણ પોતે પાગલ છે તેની જાણ હોતી નથી ! માત્ર પાગલ સિવાયના લોકોને જ થોડી શંકા રહેતી હોય છે કે આપણે પાગલ છીએ.
  જગદીશ જોષી,સોલી કાપડિયા,દક્ષેશ ધ્રુવ,આલાપ દેસાઇની આખી ટીમ જ પાગલ કરી દે તેવી!!!

 3. Kamlesh says:

  Paagal badhaj che…..
  Adbhoot….Mati ma mahek che…..kharekhar maa bhom ni mati ma, Gujarat ni mati …..Soli ane Alaap …..ej forum che..ane Maheke che ane tamara thaki tahuka ma tahuke che…Anand , Anand ….Maza Padi gai

 4. Hiren Jani says:

  ખરેખર, આગળ જેમ લખ્યુ છે તેમ ગીતમા સમજ ઓછી પડી પણ સાભળવાની મઝા આવી.

 5. jigna says:

  મને સુજાતા એ આપેલ કોમેનટ ખુબ ગમી.

 6. Ketan Bhojak says:

  આ ગઝ્લ ખુબજ ગમી… અને આ સાંભળી હુ પોતેજ પાગલ થઈ ગયો…..

  જો આ ગઝ્લ નુ આલ્બમ નુ નામ મળે તો હુ ઘણો આભારી થઈશ.

 7. Jayesh Panchal says:

  Drear Friends,

  The original version of this song , sung by Duxeshbhai himself with his cousin or brother Gaurav Dhruv.
  That’s the best of Daxeshbhai. My umble request to any one who has it, please put it on this site..

  Jai Ho

  Jayesh panchal
  Sydney

 8. Shailesh Pujara says:

  પાગલ ની અહી વ્યખ્યા નિરાળી છે. જો તમે ઉમંગ થી છલકાવ છો, જો તમે લાગણી ના દરિયા માં વગર હલેસાં ની હોડી લઈ ને નીકળો છો અને તણાવ છો તો લોકો તમને હોઠ બીડી ને એટલે કે, મન માં પાગલ સમઝે છે. અને તમને વારવા ની કોશીશ પણ કરે છે. કહે છે તમે તમારા પોતાના પણ નથી. (Not Practical). કવિ કહે છે હા, હું મારો નથી, તારો નથી, પ્રભુ નો છું.

 9. જય says:

  હું તો એમ માનું છું કે કોઈ પણ વસ્તુનો કુદરતી આનંદ માણવો હોય તો ‘પાગલ’ બન્યા વગર માણી જ શકાય નહિ. લોકો ભલેને આપણને ‘પાગલ’ કહે..અપનો ‘આનંદ’ પોતાનો જ છે, ભલેને બીજાને મને એ પાગલપણું હોય. ..માટે જ આ ગઝલ મને ખુબ જ ગમી… જય

 10. Jaymin says:

  બારી ખોલો ને કરો બારણા તો બંધ
  છલકાઇ નહીં એ તો કેવો ઉમંગ
  માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
  તારો (?) નહીં રે…

  અહિ તારો ની જ્ગ્યા એ ગારો આવે. નાનો હતો ત્યારે સાંભ્લ્યુ હતુ.

  આ વેબસાઇત નિરંતર ચાલ્યા કરે….

 11. bhupendra jajal says:

  આ તોૂઅક્દુમ સ્રરસ લખ્વાવારાને ઇનામ આપ્વુજોઇએ.
  ભુપેન્દ્ર,

 12. Narendra Ved says:

  છલકાઇ નહીં એ તો કેવો ઉમંગ

  વાહ રે……. બહુ જ સુઁદર ….

 13. Ashit says:

  ંમાટી ંમા મહેક છે ગારો નહી રે.

 14. swati says:

  ખ્ર્રેખ્ર્ર ખુબ સ્ર્ર્સ્

 15. vijay pandya says:

  ખુબજ સરસ……
  કોમેન્ટ થી ગીત સમજયા મા આવ્યુ તે બદલ આભાર, આપ લોકો ની કોમેન્ટ આસ્વાદ ની ગરજ સારે છે .
  THANKS….

 16. arvind goswami says:

  અદભુત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *