સ્વર : સંજય ઓઝા
સ્વરકાર : માલવ દિવેટીઆ
This text will be replaced
આખીએ રાત તને કહેવાની વાત મેં
બોલ્યે રાખી તો થયાં ઝાકળનાં પાંચ સાત ટીપાં…
હોઠે જો હોત એ પંખીનું ગીત થઇ
છોડી હું દેત એને ફળિયાની ડાળના માળામાં
પગની જો થાત એ રણઝણતી ઝાંઝરી
મૂકી હું દેત એને સત્તરમા ઓરડે તાળામાં
અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી
કેમે સચવાય ના, ઝાકળનાં પાંચ-સાત ટીપાં…
પહેલું કિરણ જ્યાં સોયની અણી થઇ
સૂરજનું ખૂંપ્યું તો ફૂંટ્યાં કાળા ડિબાંગ પરપોટા
બીજું કિરણ જ્યાં ટીપાંને સ્પશ્યું ત્યાં
ટીંપાંમાં પડી ગયાં જળનાં ય કારમા તોટાં
મારા બોલ્યાનો નાદ, તને કહેવાની વાત ને
અંધારી રાત થયા દિવસ જેવા જ ખાલીપા…
- હર્ષદ ચંદારણા
Share what you loved...

Email
સુંદર ગીત
મારા બોલ્યાનો નાદ, તને કહેવાની વાત ને
અંધારી રાત થયા દિવસ જેવા જ ખાલીપા…
મધુરા સ્વરમા સાંભળતા અંતરમા એક કસક્
અમરેલિ નુ પનિ ખુબ અનન્દ થયો . વાહ ભઐ.
ગીત સમજવામાં જરા તક્લીફ પડી ..
ગીત વાંચ્યું ત્યારે લાગ્યું કે આ કઈ રીતે ગાઈ શકાય પણ સાંભળ્યું ત્યારે સાનંદાશ્ચર્ય થયું…. અભિનંદન… સ્વરકાર અને સંગીતકારને…
સુંદર ગીત! અને એવી જ સ્વરરચના ને ગાયકી!
બોલ્યે રાખી તો થયાં ઝાકળનાં પાંચ સાત ટીપાં…
આભાર!
જય શ્રિ ક્રિશ્ન.. હર્શદ કાકા. મજામા ને??? આ ગેીત તો સરસ હતુ, તમારા બાકિ ના સોન્ગ અને પોએત્ર્રિ ક્યા ચે??
અતિ સુંદર સ્વર , ગુજરાતિ ગાવુ એજ અઘરું ચે. એમાં પણ આવું અઘરું ગીત. સુંદર અવાજ અનૅ સ્વરરચના.
Enjoyed
Bhai Harshad Chandarana:
It has been almost 39 years when I left Chalala, since I have seen you. Congratulations on your excellent poem. I enjoyed in listening the lyric, and music and the singer as well.
Keep on posting.
Ishwar
Houston Texas
પહેલું કિરણ જ્યાં સોયની અણી થઇ
સૂરજનું ખૂંપ્યું તો ફૂંટ્યાં કાળા ડિબાંગ પરપોટા
બીજું કિરણ જ્યાં ટીપાંને સ્પશ્યું ત્યાં
ટીંપાંમાં પડી ગયાં જળનાં ય કારમા તોટાં
ઍક કવિ જેણે દરેક સ્વાસ મા કાવ્ય જિવ્યુ છે……
અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી
કેમે સચવાય ના, ઝાકળનાં પાંચ-સાત ટીપાં…
નજ્રર નીચી રાખી ને સલામ્ …………….
આખીએ રાત તને કહેવાની વાત મેં
બોલ્યે રાખી તો થયાં ઝાકળનાં પાંચ સાત ટીપાં…
ખુબજ સરસ કલ્પ્ના..કવિતાની આ બે પન્ક્તિ બહુ ગમી..
સ્વરકાર અને ગીતકાર ને અભિનંદન ખરેખર દિલને ગમ્યું આખી રાત ….
ખૂબ સરસ ગીત હર્ષદભાઈ દ્વારા
vah piyush chavda
સાવ સાચુ કહુ? મારા પ્રિય ગિત પૈકિ નુ આ એક ગિત છે. કે અમ્રેલિ મા આ ગિત રજુ
થયુ ત્યારે બન્સરિ સન્ગત કરેલ તે યાદ આવ્યુ. કવિ અને સ્વર્કાર ને અભિનન્દન્
congrates harshadbhai ……….
i remember when at amreli somebody sungs this song in your
programme. i was also accompnied by flute at that time. again
congrates for take place in this web site
સુન્દર રચના અને સુન્દર બન્દિશ ુ
સ્વરકારને સન્ગેીત્ નો સુભગ સમન્વય્.
સુન્દર ગેીત…
સુન્દર રચના. સ્વરાન્કન પન સુનદર.