સાથે બેસી કાગળ વાંચીએ – ભગવતીકુમાર શર્મા

આજે સાંભળીએ ભગવતીકાકાની આ મઝાની ગઝલ.. મારી-તમારી પેઢીના મોટા ભાગના લોકોને કાગળ વાંચવાનો અનુભવ હશે..! દૂર રહેતા સગાં કે મિત્રોના ઘણા કાગળો વાંચ્યા છે. હોસ્ટેલમાં રહેતા ભાઇનો કાગળ આવે એની તો કાગડોળે રાહ જોતી.. !! આજે હવે ‘ટપાલ…’ એવી બૂમ સંભળાતી નથી..! ટપાલી પાસેથી કાગળ લઇને કોનો કાગળ છે? શું લખ્યું છે – એ રોમાંચની મઝા જાણે દુર્લભ થઇ ગઇ છે..!!

અને હા… વર્ષો સુધી કોઇ કાતરિયામાં.. કોઇ ડબ્બામાં… કોઇ પુસ્તક વચ્ચે સચવાઇ રહેલો.. કોઇને લખેલો અને પોસ્ટ ન કરેલો? કે કોઇએ લખેલો અને આપણે જીવની જેમ સાચવેલો.. કાગળ અચાનક મળી આવે તો? એ કાગળ પહેલીવાર આવ્યો તો, અને એને વાંચવામાં જે ટોસ્ટ બાળી નાખેલો, એ બળેલા ટોસ્ટની સુવાસ જાણે આજે ફરીથી અનુભવાતી લાગે…! અને કાગળ ભલે વર્ષો પહેલા લખાયેલો હોય, પણ એ સાથે જાણે વીતેલાં વર્ષોની પળેપળ એકસાથે લઇને આવે..

*******

સ્વર – સ્વરાંકન : દેવેશ દવે

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.

છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.

પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.

કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.

પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.

લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.

માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.

– ભગવતીકુમાર શર્મા

14 replies on “સાથે બેસી કાગળ વાંચીએ – ભગવતીકુમાર શર્મા”

 1. Dr jagdip says:

  વિરહનું એટલું બારીક નકશીકામ છે
  જરા સંભાળપૂર્વક ખોલ કાગળની ગડી

 2. Dr jagdip says:

  લખ્યો તો ખરો તરબતર એક કાગળ
  પછી ના જડ્યું નામ એકે મથાળે

 3. Dr jagdip says:

  સાવ કર્યો ડૂચો મુઠ્ઠીમાં
  કાશ અમે હોતે એ કાગળ

 4. Dr jagdip says:

  કાળજુ કઠ્ઠણ તમારું હોય તો ક્યાંથી મળે
  મેં જ સરનામુ લખી કાગળ બિડ્યો નરમાશને

 5. gohilpiyush says:

  તમે તો બચ્પન નિ યદ અપવિ દિધિ

 6. શ્રી ભગવતીકુમાર શર્મા સાહેબ,:- નમસ્કાર

  ભલે તમારા પત્રો ( કાવ્યો ) વાંચતા વાંચતા
  આંખો ઘરડી થઇ જાય
  અમો તો બસ તમને ને તમને જ વાંચીએ
  Thnaks to ટહુકો.કોમ

  યોગેશ શુકલ
  Collingwood , Canada

 7. Harsukh H. Doshi says:

  વાહ ! વાહ સુન્દર ગઝલ . આજે જ જુનિ પોથિ ખોલિને બેથો હ્તો.
  ધન્યવાદ !!!
  ઘન્ના દિવસ બાદ આજે મઝા આવિ.
  હરસુખ દોશિ.

 8. chhaya says:

  કવિતા અને પ્રસ્તાવના યથાર્થ , સહુનો અનુભવ શબ્દો માં

 9. Suresh Vyas says:

  કાગળ કિસાનોના વાંચીએ
  કાગળ જવાનોના વાંચીએ
  કાગળ શહિદોનોના વાંચીએ
  કાગળ ક્રાન્તિકરોના વાંચીએ
  સમસ્યાઓના સન્કેતો વાંચીએ
  સન્ગઠન શક્તિ ઉપજાવિયે
  સમસ્યાઓને ઉકેલી નાખિયે
  શાન્તિનો સ્વાદ ત્યારે માણીયે

  સ્કન્દ

 10. Maheshchandra Naik says:

  કવિશ્રી ભગવતીકુમારની કાગળ વાંચવાની વાતો વાંચતા અને સાંભળતા મન ભરાઈ આવે છે, કારણ અમારા સુરતના ખરાને? કેનેડામા એમને રુબરુ સાંભળવાના મળતા નથીને એટલે કદાચ આવુ અનુભવી રહ્યો હોઈશ, આનદ આનદ થઈ ગયો આપનો આભાર……..

  • શ્રી મહેશચંદ્ર નાયક જી ;-ખરી વાત છે

   શ્રી ભગવતી કુમાર શર્મા સુરત ગુજરાત નું નું ગૌરવ અને સાહેબ
   તેઓ હમારા શેરી ના છે. બેસન્ટ હોલ સોની ફળિયા ના
   બની શકે તો એમની બુક : ઘાયલ મારી જન્મ ભૂમિ વાંચશો .

   યોગેશ શુકલ

   Collingwood,Canada

 11. jadavji k vora says:

  વાહ, વાહ, મજા આવી ગઇ. આભાર…

 12. R S Joshi says:

  What a soulful rendition !!!!!

  Pain of the writer is aptly complemented by the composer and the singer making this a wholesome experience. Great job done and congratulations to Shri Devesh Dave. May this journey continue with blessings of Maa Swaraswati. Keep it up !!!!

 13. devesh dave says:

  Recenty when i went Surat this Ghazal sung in front of shri Bhagvatikaka at his home with Gaurangbhai,,..He enjoyed and appriciated lot…His health is not good due to aging effect

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *