સ્વર – રુચા મેહતા
સંગીત – મોહંમદ દેખૈયા
તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.
ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.
તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?
લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.
નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર ‘નાઝિર’;
હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો.
– નાઝીર દેખૈયા
તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?
Khubaj saras ………………….. salam……………………
વાહ . આ સુંદર કમ્પોઝિશન મે વર્શો પહેલાં ગાયેલું. ટહુકો પર મુકવા બદલ આભાર. મહમદભાઇને જાણીને આનંદ થશે.. આ રહી લિંક..
http://www.youtube.com/watch?v=lIDp6xioxdw
સરસ ગઝલ્,નાઝીર સાહેબને સલામ્……
જીવના જોખમ સુધી,શબનમ સુધી,ફૂલની ફોરમ સુધી.,
જિનદગીના દમ સુધી…અરે..આદમ સુધી તો આવો !
રુચાબહેનાએ સુઁદર કઁઠ આપ્યો છે.આભાર..અભિનઁદન !
વાહ ખુબજ સુંદર..ઃ)
બહુ સુંદર ગઝલ છે.