આ લ્યો… આજનું આ ગીત મારા માટે… (એટલે કે હું અને અમિત – બંને માટે)
કવિ તુષાર શુક્લની કલમનો જાદુ હોય, પછી ગીતની મીઠાશ માટે બીજું કઇં કહેવાનું બાકી રહે? અને આ ગીત સાંભળતાની સાથે જ કવિ તુષાર શુક્લનું જ એવું જ મઘમીઠું ગીત – એક હુંફાળો માળો… યાદ આવે ને?
સ્વર : સંજય ઓઝા, આરતી મુન્શી
સ્વરકાર : હસમુખ પાટોડિયા

કોઇ કહે ગુલમહોર બરાબર
કોઇ કહે ગરમાળો
મનગમતી એક ડાળ ઉપર
ચલ રચીયે, આપણો માળો
કોઇ કહે કે શ્યામ ગુલાબી
કોઇ કહે કે કાળો
કૃષ્ણ રંગ રચવામાં સૈયર
રંગ રંગનો ફાળો
તું ને હું, હું ને તું
બંને લઇ આવ્યા
મનગમતી કંઇ સળીઓ
સૈયરા સુખના સપનાંની
મઘમઘતી કંઇ કળીઓ
ગમે બેઉને એજ રાખશું
ફરી વીણશું ગાશું
અણગમતું ના હોય કોઇનું
પછી નહીં પસ્તાશું
વ્હેણ ગમે છે કોઇને વ્હાલમ
ગમે કોઇને પાળો
મનગમતી એક ડાળ ઉપર
ચલ રચીએ આપણો માળો
સમજણ નામે ફૂલ મહોરશે
પ્રિયે પ્રેમ સરવરમાં
ટહુકા નામે શબ્દ ગુંજશે
સ્નેહ નામના ઘરમાં
શ્રધ્ધાને વિશ્વાસ આપણો
મજબૂત માળો રચશે
ભલે ફૂકાતો પવન સમયનો
આપણો માળો ટકશે
કોઇ કહે કે મૂળ ઉખડશે
કોઇ કહે કે ડાળો
શંકા છેદી કરીયે સૈયર
સમજણનો સરવાળો
——————————-
અને હા, એક મહત્વની વાત કહેવાની તો રહી જ ગઇ… આ ગીતના કવિ તુષાર શુક્લ, અને ગાયક સંજય ઓઝા – પોતાની ટીમ સાથે હમણા અમેરિકામાં છે. એક-બે દિવસમાં એમના પ્રોગ્રામની વધુ માહિતી ટહુકો પર જરૂર મુકીશ.
Email
thnx, we r in USA, have performed at NJ. w’ll perform in scarboro, torento, CANADA on 20th june. we r here for three months. rightnow we r in cleveland, ohio. w’ll be visiting florida in last week of june, u can contact us on cell no. 440-465-0905
thnx, we r in USA, have performed at NJ. w’ll perform in scarboro, torento, CANADA on 22nd june. we r here for three months. rightnow we r in cleveland, ohio. w’ll be visiting florida in last week of june, u can contact us on cell no. 440-465-0905
ફરી એકવાર સુંદર રચના…. અને સુમધુર ગાયકી…
સુંદર રચનાને મળ્યો મધુર સ્વર!
સુંદર ગાયકી…
ઘરની યાદ આપતો મસ્ત ગુલમહોરનો ફોટો હવે અપે્ક્ષા ગરમાળાનાં ફૂલ અને લાંબી સીંગ સાથેનો ફોટો!
હવે
સમજણ નામે ફૂલ મહોરશે
પ્રિયે પ્રેમ સરવરમાં
ટહુકા નામે શબ્દ ગુંજશે
સ્નેહ નામના ઘરમાં…
શંકા છેદી કરીયે સૈયર
સમજણનો સરવાળો
વાહ… ક્યા બાત હૈ… ખૂબ જ સુંદર ગીત…!!
બહુ જ મજ્જા આવી ગઈ…!!
તુષારભાઈને રૂબરૂમાં મળવાની પણ બહુ મજા આવી હતી… આશા છે કે જૂલાઈમાં એમનો પ્રોગ્રામ માણવાનો મળે… નહીંતર છેવટે ‘ચાલો ગુજરાત’ માં તો ફરી મળવાના જ…!
Kem chho!
Tahuko.com joi anand thayo
garv a thayo ke haji hu Gujarat ma chhu
and Me Gujarat ma j rahevanu pasand karyu chhe.
lakh lalacho male Gujarat Maru chhe and Gujarati Ma Jivish, Gujarati uchchari marish.
karan
pardesh ma naryu gujarati chhe
ane
ahi lok
kem jane sheni pachhad dode chhe?
chalo avo tyare …
મનગમતી એક પાળ ઉપર ચલ રચીએ આપણો માળો !
ભલે રચો !અમિતભાઇનો વિશેષ પરિચય આપો ને !
સુન્દર રચના!!!!
Amazing and out of the world combo, superb composition, excellant voice and the best lyrics.Thanks Jayshree !! I love your website.
i met tushar shukla in columbus ohio. we had very good oppurtunity to see him and listen him with sanjay oza.
Is this the same Sanjay Oza who went to Xavier’s college in Amdavad and usedto sing at college show?
શંકા છેદી કરીયે સૈયર
સમજણનો ગુણાકાર
જયારે બે વ્યકિતના વિચારો કે અપેક્ષાઓ અલગ હોય ત્યારે સરવાળાથી નહી ગુણાકારથી કામ લેવુ પડે. પછી એ પ્રેમ હોય કે સહિયારા જીવન જીવવાની વાત હોય. અને ત્યારે જ નીચેની પંકિતઓ સાચી પડે છેઃ
શ્રધ્ધાને વિશ્વાસ આપણો
મજબૂત માળો રચશે
ભલે ફૂકાતો પવન સમયનો
આપણો માળો ટકશે
અમેરીકા હોય કે ઇન્ડિયા સંજયભાઇ ને તો સાંભળવા જ પડે. એમા પણ તુશાર શુક્લ અને એમની રચનાઓ સંજયભાઇને ક્ંથે સાંભળવા મળે એટલે મજા આવી જાય. અતિ સુંદર ગાયિકી.
)
ENJOYED
સ્વદેશમા વાવેલા ગરમાળા ગુલમહોરની યાદ આવી ગઇ.જાણે ઍને ફુલ આવી ગયા…….
mind blowing…..best combo…great tusharbhai,aartiben & sanjaybhai…..amazing… simply awesome song ..the best lyrics & the best voice..thank you jayshreeben…
Bahu j Gamyu
વાહ ખુબ જ સરસ.સાભળવા નુ ગમ્યુ.
એક હળવાશ….એક આશાયેશ…એક અનુભૂતિ…”ગીતની મીઠાશ “માનવાની મઝા
આનંદ …પરમ-આનંદ! આભાર !-લા’ / ૧૧-૨-૧૨