આ ગીત તમને ગમી જાય તો કહેવાય નહી – મકરન્દ દવે

આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહી,
કદાચ મનમા વસી જાય
તો કહેવાય નહી.

ઉદાસ, પાંદવિહોણી બટકણી ડાળ પરે,
દરદનું પંખી ધરે પાય ને ચકરાતું ફરે,
તમારી નજરમાં કોણ કોણ, શું શું તરે ?

આ ગીત એ જ કહી જાય
તો કહેવાય નહી,
જરા નયનથી વહી જાય
તો કહેવાય નહી.

ઉગમણે પંથ હતો, સંગ સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું,
પછી મળ્યું ન મળ્યું કે થયું જવા ટાણું ?

ખુશી જો ત્યાં જ મળી જાય
તો કહેવાય નહી,
આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહી.

– મકરન્દ દવે

4 replies on “આ ગીત તમને ગમી જાય તો કહેવાય નહી – મકરન્દ દવે”

  1. chhaya says:

    ગિત ગમિ ગયુ

  2. Maheshchandra Naik says:

    આ ગીત ગમી જાય છે, આભાર……અને શ્રી મકરદભાઈને સલામ……..

  3. જય શ્રેી ક્રિશ્ન.આજનો આપનો દિવસ સુરમ્ય હો.વાહ્!શુ ગેીત..મઝા આવિ ગઈ.

  4. Jayanti Chavda says:

    very nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *