મેં તો કાજળ આંજ્યું ને મારો સૂરજ ઉગ્યો..

શબ્દ – સ્વર – સંગીત – ??

sunrise

.

મેં તો કાજળ આંજ્યું ને મારો સૂરજ ઉગ્યો
એના અજવાળા આજ હું ઓવારી લઉ

દર્પણમાં હું તો મુને જોતી’તી ક્યારની…
સાજ રે સજીને હું તો ઉભી’તી ક્યારની…

પછી કાજળ આંજ્યું ને મારા સપના જાગ્યા…
સખી સપનાને આંખમાં સજાવી રે લઉ…

મારું આ રૂપ કેવું ખીલ્યું છે કાચમાં
સાજનનો સાથ આજ હસતો સંગાથમાં

મે તો કાજળ આજ્યું ને ખીલ્યાં પ્રીતીના ફૂલ
એની સૌરભને શ્વાસમાં સમાવીને લઉ…

મેં તો કાજળ આંજ્યું ને મારો સૂરજ ઉગ્યો
એના અજવાળા આજ હું ઓવારી લઉ
મેં તો કાજળ આંજ્યું ને મારા સપના જાગ્યા…
સખી સપનાને આંખમાં સજાવી રે લઉ…

ક્યાંથી ગુલમ્હોરી વાયરો વાયો…
લીલી યાદોના તોરણે બંધાયો
સાજણ મારો પરદેશી…

9 replies on “મેં તો કાજળ આંજ્યું ને મારો સૂરજ ઉગ્યો..”

 1. Mehul says:

  Wah Wah…. What a nice songs
  I think this Voice is of alka yagnik….
  dont know exactly….

 2. sunil shah says:

  સરસ ગીત..

 3. pragnaju says:

  સરસ ગાયકી અને શબ્દો
  ક્યાંથી ગુલમ્હોરી વાયરો વાયો…
  લીલી યાદોના તોરણે બંધાયો
  સાજણ મારો પરદેશી…
  ગું.ગાની યાદ
  જો ફરી સૂરજ ઉગ્યો છે,
  કેમ પડછાયા વગર છે?

 4. manvant says:

  રાવજીનુઁ “અમે રે પોપટ રાજા રામના” યાદ આવ્યુઁ .
  ‘સાજણ મારો પરદેશેી ‘….સુઁદર ગેીત બદલ આભાર !

 5. Sangita says:

  Sounds like Alka Yagnik’s voice!

 6. Kumar says:

  આ અલ્કા યાગ્નિક નો સ્વર છે

 7. મોનલ says:

  ખુબ સરસ ગીત! છેલ્લે જે લય વધારીને ગાયું છે તેનાથી એક્દમ ઝમક આવી ગયી!

 8. Oh yessss… it’s definitely Alka Yagnik’s voice !! geat song….

 9. Sonal Shah says:

  This song has been written by shri Ramesh shah.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *