યાદમાં મળીએ પળેપળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સ્વર : પ્રીતિ ગજ્જર
સંગીત : ડો. ભરત પટેલ

you and me

.

યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું,
કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું

આ ઉપરની સ્વસ્થતા, સૌને હસી મળવું સદા,
ને ઉભા અંદરથી વિહ્વળ, ક્યાંક તું ને ક્યાંક હું

બારણે ઉભા હશે, સૂતા હશે, ઊઠ્યા હશે,
રોજ બસ કરીએ અટકળ, ક્યાંક તું ને ક્યાંક હું

વ્યસ્ત એવા કે સતત આ જાત જોવાનો વખત
અન્યને કાજે જ ઝળહળ, ક્યાંક તું ને ક્યાંક હું

————

Happy Birthday Preetinben.. (21st May) તમારો ટહુકો ગુજરાતી સંગીત જગતમાં આમ જ ગુંજતો રહે, અને ગુજરાતી સંગીતને જગતમાં ગુંજવતો રહે એવી અમિત શુભેચ્છાઓ.. 🙂

14 replies on “યાદમાં મળીએ પળેપળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

  1. i wants રાજેશ-વ્યાસ-મિસ્કીન,
    kavita with music ? comostion some one
    daba hath a bhulai gayelo manas choo !
    can you give me hint any reference
    i have lyrics but in form of music composed by in Gujarat ?
    please say to find in circle please help…..

  2. એક બહુ જ સુન્દર ક્રુતિ ને ઉત્તમ રજુઆત વાહ ક્યા બાત !!! ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦……likes!!!!

  3. …આ ઉપરની સ્વસ્થતા, સૌને હસી મળવું સદા,
    ને ઉભા અંદરથી વિહ્વળ, ક્યાંક તું ને ક્યાંક હું…

    Very true!!

  4. બારણે ઉભા હશે, સૂતા હશે, ઊઠ્યા હશે,
    રોજ બસ કરીએ અટકળ, ક્યાંક તું ને ક્યાંક હું
    -સુન્દર કલ્પના

  5. યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું,
    કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું
    બારણે ઉભા હશે, સૂતા હશે, ઊઠ્યા હશે,
    રોજ બસ કરીએ અટકળ, ક્યાંક તું ને ક્યાંક હું
    જાણે અમારી વાત્…….

  6. એટલુ કહેવા ઇચ્છુ કે જિંદગીમા ઉદાસીનતા ની આખી philosofy
    આ ઉપરની સ્વસ્થતા, સૌને હસી મળવું સદા,
    ને ઉભા અંદરથી વિહ્વળ, ક્યાંક તું ને ક્યાંક હું

    બારણે ઉભા હશે, સૂતા હશે, ઊઠ્યા હશે,
    રોજ બસ કરીએ અટકળ, ક્યાંક તું ને ક્યાંક હું

    આ ચાર પંક્તિઓમા કહિ દીધી છે. જૉ બાહ્ય સ્વસ્થતાની સાથૅ જો આંતરિક સ્વસ્થતા લાવવાનો પ્રયાસ પણ કરવામા આવે અનૅ અટકળો છોડિ confidence થી રહિયૅ તો કદાચ મુખ નિ સાથે દિલ પણ હસતુ રહે.

  7. મે લગભગ ૨ મહિના પછિ ટહુકા પર ગીત સાંભળ્યુ અને આટલા બધા દિવસ પછિ આટલુ grate composition સાંભળવા મળ્યુ.
    આ ગીતની lyrics પણ આપણા સૌની real દશા જેવીજ છે.
    Thanks and wel-done to Tahuko.com
    આમ પણ હુ 12 science મા આવ્યો એટલે daily website જોઇ શકાતી નથી તેનો અફસોસ આવા ગીત સાંભળીને વર્તાય.
    અને thanks to this website because મારા પોતાના compositions મા improvement આ website અને urmisaagar.com પર ગીતો સાંભળિ નેજ આવ્યુ છે.

  8. સુંદર શબ્દો , સંગીત અને સ્વર……..
    અન્યને કાજે જ ઝળહળ, ક્યાંક તું ને ક્યાંક હું

    પ્રિતીબેનને શુભેચ્છાઓ………

  9. આ ઉપરની સ્વસ્થતા, સૌને હસી મળવું સદા,
    ને ઉભા અંદરથી વિહ્વળ, ક્યાંક તું ને ક્યાંક હું
    -સુંદર શેર…

    આખી ગઝલ ગમી જાય એવી… સાંભળવું ય ગમ્યું…

  10. પ્રીતિ ગજ્જરને વર્ષગાંઠની શુભચ્છઓ.
    આ ગીત જેવા જ મધુર સ્વરમાં ગાતાં રહો
    વ્યસ્ત એવા કે સતત આ જાત જોવાનો વખત
    અન્યને કાજે જ ઝળહળ, ક્યાંક તું ને ક્યાંક હું
    વાહ
    જાણે અમારી વાત્

  11. આ ઉપરની સ્વસ્થતા, સૌને હસી મળવું સદા,
    ને ઉભા અંદરથી વિહ્વળ, ક્યાંક તું ને ક્યાંક હું

    દરેક માણસ ની દશા લગભગ આવી જ………બહુ સુંદર રજુઆત….

  12. આ ઉપરની સ્વસ્થતા, સૌને હસી મળવું સદા,
    ને ઉભા અંદરથી વિહ્વળ, ક્યાંક તું ને ક્યાંક હું
    saras

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *