રઢિયાળી ગુજરાત – માધવ ચૌધરી

સૌને મારા તરફથી ‘ગુજરાત દિન’ની હાર્દિક શુભેચ્છાઓ…

સ્વર : નરેશ ખંભાતી
સંગીત : મેહુલ સુરતી

રઢિયાળી ગુજરાત
અમારી રઢિયાળી ગુજરાત!
વીરનરોની માત
અમારી રઢિયાળી ગુજરાત!

કીર્તિ તણી સૌરભ પ્રસરતાં ગરવાં તારાં બાળ,
ગાંધી વલ્લભ સપૂત તારા, ભારતતારણહાર!
દેશ થયો રળિયાતઃ
અમારી રઢિયાળી ગુજરાત!

દયાનંદ સ્વામીએ સ્થાપ્યો રૂડો આર્ય સમાજ,
દલપતરામ-કવિ નર્મદને કર્યાં કીર્તિનાં કાજ;
કૂખ દીપાવે માતઃ
અમારી રઢિયાળી ગુજરાત!

———————————————————

સાથે સાંભળો :

અમે યુ.એસ.એ. ના રહેવાસી…. – ચન્દુ મટ્ટાણી

ગુજરાત, આપણું વ્હાલ અને વૈભવ…

ગુણવંતી ગુજરાત …. – અરદેશર ખબરદાર ‘અદલ’

સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની…

8 replies on “રઢિયાળી ગુજરાત – માધવ ચૌધરી”

  1. રઢિયાળી ગુજરાત – માધવ ચૌધરી

    રઢિયાળી ગુજરાત અમારી રઢિયાળી ગુજરાત!
    વીરનરોની માત અમારી રઢિયાળી ગુજરાત!

    કીર્તિ તણી સૌરભ પ્રસરતાં ગરવાં તારાં બાળ,
    ગાંધી વલ્લભ સપૂત તારા, ભારતતારણહાર!
    દેશ થયો રળિયાતઃ અમારી રઢિયાળી ગુજરાત!

    દયાનંદ સ્વામીએ સ્થાપ્યો રૂડો આર્ય સમાજ,
    દલપતરામ-કવિ નર્મદને કર્યાં કીર્તિનાં કાજ;
    કૂખ દીપાવે માતઃ અમારી રઢિયાળી ગુજરાત!

    જયશ્રી બહેન,
    “ટહુકો” માણવાની મજા આવે છે પણ આપના ધ્વારા કવિતા ટાઇપ કરવામાં આવે છે તેમાં સેન્ટર આપવાથી કવિતાની અસલિયત તથા કવિતાની તાકાત મારી જાય છે. તથા કવિતાની પંકિતઓ તોડવાથી કવિતાના વાંચનમાં મજા આવતી નથી. તો કવિઓ ધ્વારા લખાયેલ કવિતા મુજબ જ કવિતાઓ ટહુકામાં મુકવામાં આવે તો વાચકોને સરળતા રહે. માધવ ચૌધરીની “રઢિયાળી ગુજરાત” અમોએ ઉપરોકત પ્રમાણે દર્શાવેલ છે તે યોગ્યી લાગતી નથી?

  2. જયશ્રીબેન,
    રઢિયાળી ગુજરાત – માધવ ચૌધરી By Jayshree, on May 1st, 2008 in ગુજરાતગીત , ટહુકો , નરેશ ખંભાતી , માધવ ચૌધરી , મેહુલ સુરતી. બે વર્ષ પૂર્વે મુકેલુ ગીત આજે પણ એટલી જ જમાવટ લાવે છે.
    ગરબાના ઢાળમાં ગવાયેલા ગીતને દરેક નવરાત્રમાં પ્રથમ અને અંતમાં ગાઈ ગરબો રમી કૃતજ્ઞતા વ્યક્ત કરવા જેવું છે. સુંદર ખુબ સુંદર. રચનાકાર, સ્વરકાર અને સંગીતકાર સૌ ને અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  3. Best wishes to all for Gujarat Din. Read songs about Gujarat. But the Song by Umashankar Joshi “Gujarat Mori Mori re” is still missing. Some one please post it.

  4. બધા જ સુંદર ગીતો
    જય જય ગરવી ગુજરાત દિનની સૌને શુભેચ્છાઓ

  5. Very very very nice song.Its really amazing.The music composition is fantastic.Aa geet sambhadi ne koina pan ruvata ubha thai jai.Really,its a good job done by Mehul Surti.Once again HAPPY GUJARAT DAY to Jayshree didi and all the visiters of tahuko.If possible than please also keep the song JAY JAY GARVI GUJARAT of Mehul Surti..thanks

  6. જયશ્રીબેનને તથા “ટહુકો” ના સર્વ વાચકિમત્રો (કે શ્ર્વનિમત્રો) ને ‘ગુજરાત િદન’ની હાર્િદક શુભેચ્છાઓ… મહાજાિત ગુજરાતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *