નશાના ધામ તરફ – અમૃત ‘ઘાયલ’

સ્વર : સંગીત – ??

1489667347_90c110bce7_m

.

નશાના ધામ તરફ મસ્તીના મુકામ તરફ,
નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.

કરી જો બંદગી સાહેબની અદબથી કરી,
વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.

ઉઠાવો કોઈ જનાજો જવાન પ્યાસ તણો,
કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ.

હવે તો દ્રષ્ટી ફક્ત સાદગીને શોધે છે,
ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.

એ સ્નેહનું જ રૂપાંતર છે એય પણ ક્યાંથી,
કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.

દીવાનગીમાં અજાયબ મળી ગઈ દ્રષ્ટી,
કે ફાટી આંખથી જોતા રહ્યા તમામ તરફ.

ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ,
કદી ગયા ન અમે ભૂલથી વિરમ તરફ.

જો હોય શ્રદ્ધા મુસાફર ને પૂર્ણ મંજિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,
અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ.

-અમૃત ‘ઘાયલ’

19 replies on “નશાના ધામ તરફ – અમૃત ‘ઘાયલ’”

  1. શું નશો છે! શું મસ્તી છે!શું ખુમારી છે!અમ્રુત પણ ઘાયલ કરી જાય છે!

  2. જો હોય શ્રદ્ધા મુસાફર ને પૂર્ણ મંજિલમાં,
    તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

  3. FIRST TIME I HEARD THIS GAZAL OF GHAYAL….

    I M GREAT FAN OF GHAYAL.

    હવે તો દ્રષ્ટી ફક્ત સાદગીને શોધે છે,
    ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.

    એ સ્નેહનું જ રૂપાંતર છે એય પણ ક્યાંથી,
    કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.

    ANYBODY KNOWS WHO IS THE SINGER ?? I M SURE ITS NOT MANAHAR.

  4. હતાશાય્રર અને હવે મર્હુમ થૈ ગયાઆદિલ આ ફાનિ દુનિયા થિ ચાલિ ગયા, ચાલિ ગયા ભલે પન દિલ મા રહિ ગયા.તમારિ ગઝ્લો મે સામભ્લિ અને ગઐ પન્ રોમે રોમ મા તમેગઝ્લ થૈ વસિગયા.ભુલ્યા નહિ ભુલાવ તમે આદિલ મન્સુરિજિ.

  5. આ દેશ નિ ખાજો દયા. …કવિતા હોઇ તો મોકલ્જો…..પલિઝ્…

  6. હુ જામ્નગર થી મેહુલ રાવલ અને મને ગ્રરવ છે કે હુ ગુજરાતી (કાઠીયાવાડી) છુ.

    ટહુકો.કોમ એ એક એવુ માધ્યમ છે કે જે ના થકી આપણે આપણી ગુજ્રતી ભાષા ને આખી દુનીયા માં એક સ્થાન શ્કે તો ટહુકો.કોમ ના ઓનર ને મારી શુભકામ્ના કે ટહુકો.કોમ આખી દુનીયા મા ખુબ પ્રચલીત થાય

    જામ્નગર થી મેહુલ રાવલ ની શુભકામ ના કે ટહુકો.કોમ આખી દુનીયા મા ખુબ પ્રચલીત થાય

  7. બ હુ સ ર સ આ યો જન ક્ર ર્યુ . રોજ એ ક વા ર ટ્હુકિ ને જ કામ ક ર વા ની મ જા આવ છે.

  8. હતો એ મસ્ત પ્રવાસી અનોખી શાન થી ઘાયલ કરી ગયો.

  9. જો હોય શ્રદ્ધા મુસાફર ને પૂર્ણ મંજિલમાં,
    તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

    -ઘાયલની સ્વભાવગત ખુમારીપૂર્ણ મસ્ત ગઝલ…

  10. કરી જો બંદગી સાહેબની અદબથી કરી,
    વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.

    ગઝલ માં સ્વાિભમાન નો રણકો જણાયો
    મુકેશ

  11. હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,
    અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ.
    સલામ એ ખુમારીને!
    === સાંળવાની મઝા પડી
    તેની ઘણીખરી ગઝલો આવકાર આલ્બમમાં
    મનહર કે રાસબીહારીના સ્વરમાં મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *