ગીત લખું કે ગઝલ – મુકેશ જોષી

‘પાંચીકા રમતી’તી…. દોરડાઓ કુદતી’તી.. (બચપણ ખોવાણું) – ગીતનો સુમધુર કંઠ યાદ છે? ઝરણા વ્યાસના એ મીઠેરા કંઠનો પૂરેપૂરો લ્હાવો લેવો હોય તો એનો જવાબ છે – એમનું નવુ આલ્બમ ‘નિર્ઝરી નાદ’.

સ્વર : ઝરણા વ્યાસ
સંગીત : ઉદ્દયન મારુ

Photo by fringuellina

.

ફરી આંખ કાં સજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે, કોણ હશે અત્યારે!

આ કોણ કાપતું મજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી પગલીઓ પાડે, કાગળના આંગણામાં
નકકી કોઈ હશે પ્રગટતું, કવિ નામના જણમાં

આ કોણ આટલું સરલ
ગીત લખું કે ગઝલ!

હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક

(તો) થશે કો’ક દી ટસલ
ગીત લખું કે ગઝલ!

13 replies on “ગીત લખું કે ગઝલ – મુકેશ જોષી”

 1. mukesh Parikh says:

  હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
  કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક

  બહુ જ સુંદર રચના..અદ્ભુત કલ્પના
  મુકેશ પરેીખ

 2. mukesh Parikh says:

  Hi Jayshree,

  I do write some. How can I post on this site? Please advise.

  Mukesh Parikh

 3. pragnaju says:

  મધુર મધુર ગીત
  આ પંક્તીઓ ખૂબ ભાવવાહી
  -અંતરને સ્પર્શી ગઈ

 4. સુંદર ગીત… એવી જ મજાની ગાયકી..

  ઉદયન ઠક્કરનો શેર યાદ આવી ગયો:

  ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
  કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

 5. Jalashree Antani says:

  Good song, very good voice Zarnaben, good composition.

 6. Paras K Jha says:

  please tell me, from where can i get this album – Nirzari Naad? I am in Ahmedabad and i have not found it any where here. If possible give me contact details of Udayan Maru so that i can contact him. I want to gift this album to someone.

 7. vishal says:

  mind bloving……..its truly fantastic! i never hear in this type of world, good composition..really rocking!

 8. dharmesh says:

  પાણીની ઘાત હતી અને રણ મા જઇને મર્યો.

 9. To, Mr, Udayan Maroo, <If you are interested in getting a friendly GIFT -“KAINK” [A collection of Some Poems-Like stuff,with Philo.Approach ]do send me your full address and new contact No.with e-mail address you attend regularly to L.M.THAKKAR,AT: -Laxmikant Thakkar.1-2-11,10.50AM

 10. dipti says:

  સુંદર રચના..મધુર કલ્પના…

  હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
  કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક

 11. Jabeen Rabab says:

  wonderful song and melodious voice of Zarna….

 12. chandraknt prajapati says:

  Jo aamana gee to MP3 ma male to ganu saru hu apex a rakhu ke male..

 13. sanjay rathod says:

  how can I get this album”nirzari naad”.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *