ગરજ ગરજ વરસો – કાંતિ અશોક

સ્વર : આશા ભોસલેં, ઉષા મંગેશકર
સંગીત : મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ : તાના-રીરી (૧૯૭૫)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગરજ ગરજ વરસો જલધર

દીપકથી દાઝેલાં તનને
શીતળ જળથી પરસો

ગરજ ગરજ વરસો જલધર

તરસ્યાની ના તરસ છીપાવે
એ વાદળ કોને મન ભાવે

આકાશી આ હેલ છલોછલ
સંઘરીને શું કરશો ?

ગરજ ગરજ વરસો જલધર

પરદુઃખમાં થઈને દુઃખીયારા
લઈએ ખોળામાં અંગારા

જલતાને ઠારો તો જુગજુગ
ઠાર્યાં એવાં ઠરશો

ગરજ ગરજ વરસો જલધર

ગગન ઘોર ઘન
શ્યામ શ્યામ તન
મેઘરાજ આવો

થર થર થર થર મેરુ કંપે
જલ થલ જલ વરસાવો
આવો….આવો

ગરજ ગરજ વરસો જલધર

કનક કામિની
દમક દામિની
નૂર નભમાં રેલાવો

ઝરમર મોતી વસુંધરાને પાલવડે ટંકાવો
આવો….આવો

ગરજ ગરજ વરસો જલધર

– કાંતિ અશોક

ઐશ્વર્યા મજમુદારે સ્વર્ણિમ ગુજરાતન કાર્યક્રમ Detroit (Michigan) માં April 30, 2011 ના દિવસે ગાયેલું આ તાના-રીરી ફિલ્મનું અદ્ભૂત ગીત ‘ગરજ ગરજ વરસો જલધર’. સેલફોનમાં રેકોર્ડ કરેલું છે.

14 thoughts on “ગરજ ગરજ વરસો – કાંતિ અશોક

 1. Ketan Rathod

  વાહ કાન્તિભાઈ ભર ઉનાડે મજનો મેહુલિયો લૈ આવ્યા. ખુબ સરસ રિતે આવ્કરો અપ્યો ૬.

  Reply
 2. Rekha shukla(Chicago)

  આકાશી આ હેલ છલોછલ
  સંઘરીને શું કરશો ?

  ગરજ ગરજ વરસો જલધર

  પરદુઃખમાં થઈને દુઃખીયારા
  લઈએ ખોળામાં અંગારા

  જલતાને ઠારો તો જુગજુગ
  ઠાર્યાં એવાં ઠરશો

  ગરજ ગરજ વરસો જલધર
  ઘરમાં આવ્યો વરસાદ ને મુજને ભીંજવી ગ્યો…ખુબ સરસ.

  Reply
 3. vimala

  પરદુઃખમાં થઈને દુઃખીયારા
  લઈએ ખોળામાં અંગારા

  જલતાને ઠારો તો જુગજુગ
  ઠાર્યાં એવાં ઠરશો

  ગરજ ગરજ વરસો જલધર
  વારંવાર સાંભળ્યા કરવાનું મન થયા જ કરે તેવું પ્રક્રુતી ગેીત .

  Reply
 4. Vijay Bhatt ( Los Angeles)

  આ ગીત ગુજ્રરાતી ફિલ્મનુ ન હોત તો એક સુન્દેર કાવ્ય તરીકે સુગમ સન્ગીત ના ગાયકો એ કાવ્ય-સન્ગીત ના નામે નવાજ્યુ હોત…

  Reply
 5. નીતા કાચા

  વાહ્!!!!!!!!! તાના-રિરિ નુ આ ગીત સાભળી ધન્ય થઇ ગઇ.ગુજરાતી ક્લાસિક ફિલ્મો ના ક્લાસિક ગીતો ના વિડીઓ જોવા મળી શકે? તાના-રીરી ,જીગર અને અમી,અને એ સિવાય ગીત “પ્રીતડી બાંધતા રે બંધાય ના” ગીતો ના વિડીયો જોવા મળી શકે? ખુબ ખુબ ધન્યવાદ.

  Reply
 6. bharati bhatt

  મિત્ર,
  i like all the song on varsha rutu.really i enjoyed a lot all the songs.i never heard this kind of melodius music in gujarati language.i m 100% gujarati,up to first year in m.s. uni.i had guj.after i have complited my graduation in economics but i m attached with poems&poetry.i like all the songs of my beloved friends.thank you very much.i m sinior citizen.

  Reply
 7. Ravindra Sankalia.

  શાસ્ત્રીય સન્ગીત (બનતા સુધી મેઘ મ્લ્હાર રાગ) પર રચાયેલુ આ ગીત સામ્બળ્વાની મઝા આવી એમા વળી આશા ભોસલે અને ઉષા મન્ગેષ્કરનો અવાજ્ ચાર ચાન્દ લાગી ગયા.

  Reply
 8. Chetan Shah

  વાહ બહુ મજા આવિ ગઈ. એક વિનન્તિ, ગુજરતિ જલશા મા આ ગીત દિપક રાગ સાથે રજુ થયુ હતુ, એ ફરી થી સાભળવા મળૅ તો ખુબજ મજા પડી જય. Singer parthiv guhil, gargi vora & others. Please … please do this for me.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *