સ્વર – હેમા દેસાઈ
સંગીત – ચન્દુ મટ્ટાણી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર / સંગીત – સોલી કાપડિયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર – રવિન્દ્ર સાઠે
સંગીત – મોહન બલસારા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
લાડકવાઈ લાડી
તું રૂમઝુમ પગલે આવ, તું કુમકુમ પગલે આવ,
ઘરમંદિરને સ્નેહ સુગંધે અભર સભર મહેકાવ
શ્રધ્ધાનો લઈ દીપ ઘરને અજવાળાથી ભરજે
સ્મિત સમર્પણ ને વિશ્વાસે ઘરમાં હરજે ફરજે
જીવન તારું પુલકિત કરવા ભાવસુધા વરસાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ
દિલનાં સૌ અરમાનોથી તું રંગોળી નિત કરજે
હેત પ્રીત આદર મમતાથી સંબંધો જાળવજે
સપ્તપદીનાં સપ્તભાવથી માંગલ્ય પ્રગટાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ
માતપિતાને ભાઈ બહેનનો સ્નેહ તને સાંપડશે
જીવનપંથે સુખનો વૈભવ સહજ તને તો મળશે
ઈશકૃપાથી મળશે તુજને દાંમ્પત્યનો ભાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ
- મેઘબિંદુ
Email
મેઘબિન્દુ ની ખુબ જ સુન્દર રચના….
હેમા દેસાઇ ના સ્વર વાળું ગીત ૪૨ સેકંડ થી આગળ વધતુ નથી અને પ્લેયર બંધ થઈ જાય છે. જયશ્રી બેન આનો ઉપાય કરો…..
it’s working now…..
અમિત ભાઇ, હેમા નો સ્વર ખૂબજ મધૂર છે. હજી પણ પ્લેયર માં પુરૂ ગીત વગડતું નથી. ૩ મિનીટ ૧૩ સેકન્ડે બંધ થઇ જાય છે.
ખુબ જ સુદર !!!!!!!!!પગલા ઘરમા ફરે એટલે અજવાળા ઘરમા ફરી વળવાના જ .આ લગ્ન સમયે ગવાવુ જોઇએ .કેમ લાગે છે ? જયન્ત શાહ
the best is in the voice of hema desai ,
but there is a problem in player , please check
the player is working now
સત્કાર છે બેઉ નો
-એટલેકે મારી બન્ને પુત્રવધુ નો
વાહ્!
ખુબ સરસ
દિલનાં સૌ અરમાનોથી તું રંગોળી નિત કરજે
હેત પ્રીત આદર મમતાથી સંબંધો જાળવજે
સપ્તપદીનાં સપ્તભાવથી માંગલ્ય પ્રગટાવ*****આ સહુથી કાબીલ-એ-દાદ કડી!
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ
કન્યાવિદાયના ગીતો ઘણા છે પણ પુત્રવધુના સત્કારનાં ગીતો સાંભળવા નથી મળતા.
આવું સુન્દર સ્વરબધ્ધ ગીત આપવા બદલ કવિ, સ્વરકારો, ગાયકો અને ટહુકો સહુને અભિનંદન!
દિનેશ
પુત્રવધુને આવકારતુ આ ગીત સામ્ભળીને ક્ણ્વરુશિએ શકુન્તલાને વિદાય આપ્તીવખતે જે શીખામણ આપી હતી તે યાદ આવી ગઈ.
જયશ્રીબેન+અમિત્ ભાઈ,
૩:૧૨મી. પર, નવમી લીટીના “સપ્તપદીના…’ પછી અટકી જાય છે[હેમાંદેસાઈ]
મેઘબિંદુ સાહેબને સો સો સલ્લામ…હૃદય સ્પર્શી ભાવ-નઝરાણું…ગાયકી અને કમ્પોઝીંગ
પણ કોમલ લાગણી-ભાવોની પ્રવાહિતાને સિદ્ધ કરે છે!
એક ઇચ્છનીય આદર્શ ભાવના તો ખરી જ પણ……મોડર્ન ટ્રેન્ડ
હકીકતે જુદો જ જોવા મળે છે લગભગ…” મુક્ત સહચાર,આચાર-વિચાર
અને સ્વતંત્રતા-(‘ઘરથી વધુ સમય બહાર રહેવાની)’,અને વડિલોની અપેક્ષાઓ
જુદી દિશાની અને સાસુ-વહુની વિરોધાભાસી વલણ-વર્તન ની આદતો…..
લગભગ ક્લેશમય વાતાવરણ,ખુલ્લેઆમ નહીતો ભારેલા અગ્નિની જેમ અંદરમાં તો
પરદા પાછળ તાપે,સંતાપે કનડે જ છે .જે નથી…તે ઇચ્છવું એ ” આદર્શ સ્થિતિ ”
બાકી રચના સારીજ છે અને ગાયકીમાં અજુઆત પણ કર્ણપ્રિય સુગમ છે .ચાર વખત માણી.
આભાર .
ખુબ સુન્દર રચના,
આ ગેીત હેમાબહેન અને સોલી ના સ્વરોમાઁ
ખૂબ જ શોભે છે.સાભાર અભિનઁદન બેઉને !
આભાર !
જબરદસ્ત ગીત. મમળાવ્યા જ કરો. આભાર.
Even now, 7:30 PM EDT on 5/18/2012, the recording by Hemaben Desai stops after 3:12 min. of play. I am using Firefox and Freecorder 4 player to listen to this sound track. So, Amitbhai the problem has NOT been fixed. Would be nice if this issue is resolved, and more nice if I receive an email message when this has been done.
As for the music, besides saying that I agree with all the positive previous comments, what more there is to add?
DEAR JAYSHREEBEN,
WHAT A WONDERFUL SONG.NEWLY MARRIED GIRL IS PAYING TREMENDOUS SACRIFICE BY LEAVING PARENTS, BROTHERS, SISTERS, FRIENDS AND OTHER FAMILY MEMBERS. SHE DESERVES MOST LOVING WELCOME FROM THE FAMILY OF THE HUSBAND. THIS SONG REFLECTS THAT WELCOME. MANY MANY THANKS JAYSHREEBEN.
DR. BATOOK GANDHI.
મે આ પન્ક્તિઓ એક કન્કોતરી મા વાચી હતી
પણ હવે ખબર પડી કે તે મેઘબિન્દુમાથી લીધેલી હતી
આવી સરસ પન્ક્તિઓ પુત્રવધુ માટે આપતા રહેજો
અધુરી કમેન્ટ રહી ગઇને એન્ટર પ્રેસ થઇ ગયુ
કોઇ પણ દીકરી જ્યારે આ પન્ક્તિ વાચશે ત્યારે હકારાત્મક સોચ લઇને તેના સાસરિયામા જશે
I think it excellent for each daughter
” પુત્રવધુનો સ્તકાર ” –
મેઘબિન્દુજીને અભિનન્દન દિલથી. . જ્યારે લગનની વિધિ ચાલુ હોય ત્યારે યોગ્ય સમયે આ ગીતનુ વાચન અને ગાયન જે માહોલ ઉભુ કરે . . . .ક્યા બાત . .