આજે કવિ શ્રી દુલા ભાયા ‘કાગ’ નું એક સંદર ગીત બે સ્વરોમાં…..પ્રસિદ્ધ પ્રફુલ દવે અને ઊભરતા ગાયક ઉમેશ બારોટ….
સ્વર – પ્રફુલ દવે
સંગીત – અવિનાશ વ્યાસ
આલબ્મ – સાચું સગપણ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર – ઉમેશ બારોટ
ETV Gujarati પ્રોગ્રામ ’લોક ગાયક ગજરાત’
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..
અમે દાદરો બનીને ખીલા ખાધા રે..
તપસ્યાના ફળ નો મળ્યા હો.. જી..
માથડા કપાવી અમે ઘંટી એ દળાણાં ,
ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે..
જમનારા કોઈ નો મળ્યા હો.. જી..
નામ રે બદલાવ્યા અમે પથિકો ને કાજે,
કેડો બનીને જુગ જુગ સુતા રે…
ચાલનારા કોઈ નો મળ્યા હો.. જી..
કુહાડે કપાણા અમે આગ્યું માં ઓરાણા,
કાયા સળગાવી ખાક કીધી રે
ચોળનારા કોઈ નો મળ્યા હો.. જી..
પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી,
ઘાઘરી પહેરીને પડ માં ઘૂમ્યા રે
જોનારા કોઈ નો મળ્યા હો.. જી..
સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં,
કરમાં લીધી છે રૂડી વરમાળા રે
મુછાળા કોઈ નો મળ્યા હો.. જી..
” કાગ ” બ્રહમલોક છોડ્યો પતિતોને કાજે,
હેમાળેથી દેયું પડતી મેલી રે
ઝીલનારા કોઈ નો મળ્યા હો.. જી..
અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..
- દુલા ભાયા ‘કાગ’
Email
દુલા ભાયા કાગનિ સર્વોત્તમ રચના. બન્ને કલાકારોએ સુનદર સ્વરે ગાયુ .
દુલા ભાયા કાગનિ સર્વોત્તમ રચના .બન્ને કલાકારોએ સુન્દર ગાયુ .
દુલા ભાયા કાગ નેી રચના સાભળવાનેી મજા જ કાઈ ઓર છે. એમના ગેીતો વધારે અને વધારે ટહુકો ઉપર સામ્ભળવા મળે એવેી જ મહેચ્છા.
નીસરણી,ઘઁટી,પથિક,કુહાડો,ઘૂઘરા,સ્વયઁવર,પતિતો…
આ સઘળુઁ છતાઁ પણ કવિને બ્રહ્મલોકની તૃષ્ણા બાકી જ રહે છે.
કવિ કાગને શ્રદ્ધાન્જલિ સહ સ્મરણાઁજલિ !આભાર !
કાગ ની અતી સુન્દર રચના છે.ઍમના બીજા ગીતો મુકતા રહેશો..આભાર
બહુજ સર્સ ગિત સામ્ભ્લ્યુ આવા જ ગિત અમ્ને ગમે છે
લોકસન્ગીતના કવિશ્રી દુલભાયા કાગને સ્મરણાંજલિ………………
વાહ..
‘કાગ’..વાણી….સચોટ વાણી..
સુંદર ગાયકી…
आ गीत मा कवि पोतानि के कोईनी निष्फळताओ नु वर्णन करे छे।
काव्य रचना भले सारी होय अने गानार पण उत्तम होय,
पण ते वाचनार ने के सांभळनार ने ठंडो – निश्कर्म – उदास करे छे.
ने तेथी कोई लाभ नथी.
जय श्री कृष्ण
skanda987@gmail.com
ખુબ સુન્દર,,,,,
Nice composition by Dula baya kag. enjoyed
thank you very very much to fulfill ma request.,.,thanx a lot.,.,.,.,
આ સમયને અનુરુપ નથિ લગ્તુ …………..આબ્ભર
ઘણી વખત સાંભળયુ. મજા આવી